રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
૨૨ માર્ચથી સતત વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ શરૂઃ શિક્ષણમંત્રી
આજે સોમવતી અમાસ છે એટલે કે આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ થઇ ગયો છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નર્મદા નદીને કિનારે ગોરા ખાતે આવેલા શૂલપાણેશ્વર મહાદેવજીનાં મંદિરે પૂજા કરવા ગયા હતાં. તેઓ છેલ્લાં ૨૨ વર્ષથી અહીં પૂજા કરવા જાય છે. બાદમાં પૂજા કર્યા બાદ તેઓએ શાળાઓ શરૂ કરવા મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, “સરકાર સ્કૂલો ખોલવામાં કોઈ જ ઉતાવળ નહીં કરે અને ફી વધારે લેનાર સામે પણ અમે કડક પગલાં લઈશું.કોરોના કાળનાં લોકડાઉનમાં પણ શિક્ષણકાર્ય બંધ નથી રહ્યું
મહાદેવજીની પૂજા કર્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, “કોરોના કાળમાં પણ શિક્ષણ બંધ રહ્યું નથી. વડાપ્રધાનનાં જણાવ્યાં બાદ તુરંત ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી દેવાઇ છે. ૨૨ માર્ચથી સતત લોકડાઉનમાં વેકેશન દરમ્યાન અમે વિદ્યાર્થીઓને ઘરકામ આપ્યું છે. અમારા સી.આર.સી,બી.આર.સી, ડીપીઓ,ડી.ઈ.ઓ દ્વારા વિદ્યાર્થીઓનાં વાલીનાં સ્માર્ટફોન પર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું છે.”
બાળકોનાં શિક્ષણને લઇ અમે નિષ્ણાંતોની ટીમ બનાવી
વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, “અમે નથી જાણકાર કે નથી મનોચિકિત્સક કે નથી પીડિયાટ્રિક. જેથી બાળકો માટે શું કરી શકાય તેની માટે એક ટીમ બનાવી છે અને રાજ્યનાં 30 જેટલાં નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે. જેમાં મનોચિકિત્સક, પીડિયાટ્રિક વગેરેનો સમાવેશ થાય છે. આ તમામનાં વેબીનારમાં મંતવ્યો લેવામાં આવ્યાં છે. આ વેબિનારમાં શાળાઓ ખોલવાની ઉતાવળ ન કરવી અને સંપૂર્ણપણે જનજીવન રાબેતા મુજબ શરૂ થાય ત્યાર પછી જ બાળકોનાં સ્વાસ્થ્યને લઇને અમે શાળા ખોલવા અંગેનો નિર્ણય કરીશું.