જાફરાબાદ તાલુકાના ધણા વિસ્તારમાં સિંહોનો વસવાટ છે જેમાં ખાસ કરીને કોવાયા ની માઇન્સ તેમજ નાગેશ્રી ના ખારા વિસ્તારમાં સાવજો વસવાટ કરે ત્યારે આજે ત્રણ સિંહોએ મારણ કર્યુ હતું એ મારણ પરથી એક ખુટ બળદ દ્વારા સિંહોને ભગાડવાનો વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ થયો છે તે દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે એક બળદ સિંહો પર ત્રાડ નાખી ભગાડવાનો પ્રયત્ન કરે છે અને, સિંહ ભાગી જાય છે આ ખુટ ન હોત તો કેટલાય પશુ મોત ને ભેટ્યા હોત તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ધટના નાગેશ્રી ગામના નેસડી પાટી વિસ્તારમા રાત્રે બારેક વાગ્યે આસપાસ ની હોવાનુ જણાઈ રહ્યુ છે..
Home > Saurashtra > Amreli > અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે નેસડી પાટી વિસ્તારમાં પશુનું મારણ કરાતા બે સિંહણો અને ચાર બચ્ચા સાથેનો વીડિયો થયો વાયરલ..