મોરબી: હળવદના રણજીતગઢમાં બહારની વ્યકિતઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ લાદી દેવાયો.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

રણજીતગઢ નજીક ધનાળા ગામે ૫ પોઝિટિવ કેસ આવતા નિર્ણય લેવામાં આવ્યો, પોઝિટિવ કેસ નોંધાયા બાદ આરોગ્યતંત્ર દોડતું થઇ ગયું છે. દીનપ્રતિદીન વધી રહેલા કોરોના સંક્રમણને પગલે નાના એવા ધનાળામાં ૫ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા, જેમાંથી એક કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થતા લોકો ભયભીત થઈ ઉઠયા, ત્યારે આરોગ્યતંત્ર, પોલીસતંત્ર, વહીવટીતંત્ર, તમામ અધિકારીઓ કોરોના સંક્રામણ અટકાવા કામે લાગ્યા છે. ત્યારે પંથકમાં સૌપ્રથમ સાવચેતીના પગલાં રૂપે હળવદ તાલુકાના રણજીતગઢ ગ્રામ પંચાયત દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવા આવ્યો ગામમાં અન્ય ગામના લોકોને આવવા પર પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે, કોરોના મહામારી કારણે ગામમાં ફેરીયા તેમજ અન્ય ગામમાંથી આવતા લોકોના પ્રવેશ પર પ્રવેશબંધી ફરમાવી છે, રણજીતગઢ ગામના પાદરમાં પ્રવેશબંધીના બેનર લગાવ્યા છે. અને જે લોકો ગામમાં માસ્ક વગર ફરશે તેને ૨૦૦ રૂ. દંડ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવશે. જેની તમામ લોકોએ નોંધ લેવી. ગામ લોકો માક્સ વગર ગામમાં ફરસેતો ૨૦૦ રૂ. દંડ ગ્રામપંચાયત કરસે તેવું રણજીતગઢના સરપંચ ચાવડા બળદેવભાઈ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *