રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
પંચમહાલ જિલ્લો પણ પ્રાકૃતિક વન્ય સંપ્રદાધરાવતો જિલ્લો છે. જિલ્લોનો દક્ષિણ વિસ્તારમા જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય આવેલુ છે. જેમાં વિવિધ પ્રાણીઓની પ્રજાતિની સાથે સાથે સરિસૃપો પણ મળી આવે છે.શહેરા તાલુકાના પાનમડેમની આસપાસનો વિસ્તારમોટા પ્રમાણમાં પ્રાકૃતિક સંપ્રદાથી ભરપુર છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે અહી આવેલા ડુગંરો પણ પ્રાકૃતિક લીલીછમ હરિયાલીથી છવાઈ ગયા છે.પાનમના જંગલમાં વિવિધ સરિસૃપો જોવા મળે છે.જેમા કેમેલિયોન આ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. ડોલતો ડોલતો ચાલતો હોવાના કારણે ગ્રામીણ વિસ્તારમાં જેને ડોલન કાચીડો તરીકે ઓળખે છે. સાથે તેને હાલ કાચીડો પણ કહેવામા આવે છે,વૃક્ષ ઉપર તેમજ ઝાડી ઝાખરામાં આ પ્રકારનો કાંચીડો ખાસ કરીને ચોમાસામાં જોવા મળે છે. શહેરાના લાભી ગામે આ પ્રકારનો કેમેલિયોન જોવા મળ્યો હતો.તેની શારીરીક રચના જોવામાં આવે તેના શરીરનો રંગ લીલો હોય છે. અને આંખ ચોતરફ ફરી શકે છે તેના કારણે તેનો શિકાર લાબી જીભ કાઢીને પકડી શકે છે.આવા પ્રકારના કાચિડાઓ સામાન્ય કાચિંડા કરતા અલગ તરી આવે છે. અને પંચમહાલ સિવાય પણ જંગલો ધરાવતા જિલ્લાઓમાં જોવા મળે છે.