બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે પ્રશાંત આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને તેઓના ઘરે જઈને પ્રશાંત આશ્રમશાળાના આચાર્ય મહેશભાઈ પટેલ તથા નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સમાજ સેવક મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોના મહામારી ને લય બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા તથા સરકારશ્રીએ જાહેર કરેલા લોકડાઉંન ના તમામ નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી નોટબુક વિતરણ ના કાર્યક્રમને લઇ બાળકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.