આણંદ નજીક આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
આણંદ નજીકના ગોપાલપુરા ગામે આવેલી સત્યેન્દ્ર પ્લાસ્ટિક નામની કંપની લોક ડાઉનના કારણે બંધ હોવાથી મોટી જાનહાની થતાં અટકી હતી.પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
વહેલી સવારે લાગેલી આગે ભારે તબાહી મચાવી હતી તેમજ કંપનીનો શેડ પણ તૂટી પડયો હોવાનું જાણવા મળ્યું છે.બેકાબૂ બનતા બાર ફાયર ફાયટરો કામે લાગ્યા હતા અને વડોદરા ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.લગભગ સાત કલાક બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.