રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર ના નસવાડી માં સ્ટેશન વિસ્તાર માં રહેતા ૬૫ વર્ષ ના હલીમાબેન મિયામહમ્મદ અન્સાર થોડા દિવસ પહેલા ડભોઇ તાઈ વાળા માં મયત મા ગયેલ હતા ત્યાર પછી તેમની તબિયત લથડતા તેમને એસ.એસ.જી.હોસ્પિટલ વડોદરામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમનો કોરોના નો રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો નસવાડી વહીવટી તંત્ર ને જાણ થતા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું અને તેમના પરિવાર ને માસ કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.