નર્મદા: રાજપીપળા નાગરીક બેંક પાસે “સ્વચ્છતા નું પ્રતીક” નામ થી ચાલતું શૌચાલય ગંદકી માં નંબર વન..!!

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

વર્ષો પહેલા લાખોના ખર્ચે ઉભા કરાયેલા રાજપીપળા શહેર ના શૌચાલયો હાલમાં ગંદકી થી ખદબદતી હાલતમાં

નાગરિક બેંક પાસેના શૌચાલય નું મેલું સીધું પાછળ ની ગટર માજ ઠલવાતા અતિશય દુર્ગંધ મારે છે.મુતરડી કે શૌચાલય ની સફાઈ ન થતા રોગચાળા ની દહેશત

સ્વચ્છતા અભિયાન પાછળ ભારત સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ના ધુમાડા કરે છે.સાથે સમયાંતરે સ્વચ્છતા માટે જેતે જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય આગેવાનો ની હાજરી માં કાર્યક્રમો પણ થાય છે જેમાં સ્વચ્છતા બાબતે સોગંધ લેવાય છે,આગેવાનો કે અધિકારીઓ હાથ માં ઝાડુ લઈ તસવીરો ખેંચાવી અખબારો માં પ્રસિદ્ધ પણ કરાવી નામના મેળવે છે પરંતુ આ સોબજી માત્ર એક દિવસ પૂરતી જ હોય એમ ત્યાર બાદ કામગીરી ઉપર નજર રાખવા પણ આમાંથી કોઈ જોવા આવતું નથી કે પગલાં લેતું નથી.ત્યારે આવીજ હાલત હાલ રાજપીપળા નગરપાલિકા હસ્તક ના શૌચાલયો ની જોવા મળી રહી છે.

રાજપીપળા શહેરમાં લખોના ખર્ચે ઉભા કરાયેલા શૌચાલયો થોડા જ સમય બાદ ગંદકી થી ખદબદી રહેલા જોવા મળે છે જેમાં સૌથી ખરાબ હાલત નાગરીક બેંક પાસે ના શૌચાલય ની હોય સ્થાનિકો ના જણાવ્યા મુજબ આ શૌચાલય ની દબક જ બની નથી માટે અત્યારે પણ અંદર નું મેલું સીધું પાછળ ની ગટર માજ વહે છે જેના કારણે આસપાસ રહેતા લોકો, નજીકમાં આવેલી હાઈસ્કૂલ,ટાઉન પોલીસ સ્ટેશન,બેંક સહિત ના લોકો દુર્ગંધ થી તોબા પોકારી ઉઠ્યા છે. શૌચાલયો ની નિયમિત સફાઈ પણ ન થતા અંદર મુતરડી ના ટબો પણ પેશાબ થી ભરાયેલા જોવા મળતા રોગચાળો ફેલાય તેવી દહેશત થી સ્થાનિકો માં ભય ફેલાયો છે.જોકે ક્યારેક અખબારો માં અહેવાલ આવે ત્યારે પાલીકા તંત્ર સાફઇ પર ધ્યાન આપી કામગીરી કરાવે છે પરંતુ નિયમિત સફાઈ ન થવાના કારણે હાલ મોટાભાગના શૌચાલયો ગંદકી થી ખદબદી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *