નર્મદા: રાજપીપળા નગર પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલનું આપખુદશાહી વલણ નગરમાં ચર્ચાનું કેન્દ્ર.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા નગરપાલિકા માં કોની નોકરી રહેશે અને કોની છીનવાય તે નિર્ણય કર્તા એક માત્ર ચીફ ઓફિસર ની જોહુકમી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની અપીલ “લોકડાઉન દરમિયાન કોઈ પણ કામદાર નો પગાર રોકવો નહીં કે નોકરી મા થી છુટા કરવા નહીં” તેવી અપીલ ને પણ ફગાવી દઈ રોજમદારો ને નોકરી માથી કાઢી મુકનાર જયેશ પટેલ વડાપ્રધાન ના આદેશ ને ઘોળી ને પી ગયાં.

રાજપીપળા નગર પાલિકા માં જાણે સરમુખત્યાર શાસન ચાલતું હોય એમ જણાઈ રહ્યું છે કેમકે મુખ્ય અધિકારી મનફાવે તેવા નિર્ણય લઈ ગમે ત્યારે ગમે તે કર્મચારી ને છૂટા કરી અમુક સ્ટાફ સાથે પણ બેફામ વાણી વિલાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

જોકે હકીકત માં અગાઉ આડેધડ રોજમદાર કર્મચારીઓ ફરજ પર મુકાયા હતા એ બાબત સાચી છે પરંતુ હાલ છુટા કરાયેલા અમુક કર્મચારીઓ પૈકી અમુક જરૂરી હોવા છતાં કોઈક કારણોસર મહેકમ નું કરણ ધરી છુટા કરાયા છે.જોકે હાલ જે કર્મચારીઓને છુટા કરાયા છે તેમને કોઈ નોટિસ કે જાણ કર્યા વિના જ અચાનક તગેડી મુક્યા છે સાથે સાથે તેમનો આગલો ત્રણ મહિનાનો પગાર કે જમા ઇપીએફ ના નાણા પણ આપ્યા વિના જ છુટા કરાતા હાલ લોકડાઉન ની સ્થિતિ એ તેમના પરિવારો ની હાલત કફોડી બની છે.ત્યારે આમ એક તરફી શાસન કરતા પાલીકા ના મુખ્ય અધિકારી છુટા કરાયેલા કર્મચારીઓ નો બાકી પગાર અને ઇપીએફ ના નાણાં ક્યારે આપશે એ જોવું રહ્યું.

તઘલખી શાશન નો ભોગ બનેલી રાજપીપળા ની પ્રજા પાલિકા સત્તાધીશો ના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર થી ત્રાહિમામ પોકારી ગઈ છે, નગરપાલિકા રાજપીપળા બોણી બામણી નુ ખેતર હોય તેમ ચાલી રહ્યુ છે.વારંવાર તોછડાઈ અને નિયમો નુ સરેઆમ ઉલ્લંઘન કરતા ચીફ ઓફિસર જયેશ પટેલ ઉપર કોનો હાથ હશે કે કોઈ કંઈ ના બગાડી શકે??? માસ્ક વગર ફરતા ચીફ ઓફિસર ના છાપાઓ મા ફોટા સાથે ના અહેવાલ છતાં તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ સામાન્ય નાગરિકો ને નિયમ ભંગ બદલ આકરો દંડ તો ચીફ ઓફિસર જયેશ પટેલ ને કેમ નહિ..?? આ બાબત નગર માં ચર્ચા નો વિષય બની હતી.

નગરપાલિકા રાજપીપળા મા એકહથ્થુ વર્ચસ્વ ધરાવતાં ચીફ ઓફિસર જયેશ પટેલ આગળ સત્તા અને વિપક્ષ શિર્ષાશન ની મુદ્રા મા આવી ગઈ હોય તેમ રાજપીપળા ની પ્રજા મા ભારે ચર્ચા નુ કેન્દ્ર છે.આગામી ચુંટણી મા ઘેરા પ્રત્યાઘાત પડે તેવી આશંકા પણ સેવાઈ રહી છે.

આ બાબતે પાલીકા ના મુખ્ય અધિકારી જયેશ પટેલ ને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે પગાર માટે પાલીકા પાસે પૈસા જ નથી તો ક્યાંથી પગાર થાય..? અને રોજમદારો ને છુટા કરતા પહેલા કોઈ નોટીસ આપી હતી એ સવાલ ના જવાબ માં જયેશ પટેલે જણાવ્યું કે મારે આ બાબતે રેકર્ડ જોવો પડશે કે નોટિસ આપી કે નહીં. અને લોકડાઉન માં મોદી સરકારે એવી જાહેરાત કરી હતી કે કોઈને નોકરી માંથી કાઢવા નહિ એ સવાલ પૂછતાં તેમણે ફોન મૂકી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *