નર્મદા:જિલ્લા આરોગ્યતંત્ર અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “ટોબેકો ફ્રી બસ ડેપો”અને સી.ઓ.ટી.પી.એ કંપલાયન્સ અંગેની કામગીરી હાથ ધરાઇ.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાને તમાકુ મુકત કરવાના પ્રયાસના ભાગરૂપે સી.ઓ.ટી.પી.એ (સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ એક્ટ) 2003 સેક્શન 6(એ)ના અમલીકરણ માટે આજે ૨૦૦ જેટલા પાનગલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં “૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિને તમાકુનું વેચાણ કરવું નહિ” તેની ચિત્રાત્મક ચેતવણી સાથેનું સાયનેજ બોર્ડ લગાવવું એ કલમ ૬ (એ) પ્રમાણે ફરજિયાત છે, જેનું પાલન થાય છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવી હતી.તેમજ પાનગલ્લાઓ પર કાયદાની માર્ગદર્શિકા પ્રમાણે સાયનેજ બોર્ડ પૂરા પાડવામાં આવ્યા હતા.

તદઉપરાંત “ટોબેકો ફ્રી પબ્લિક પ્લેસ” અને “ટોબેકો ફ્રી ટ્રાન્સપોર્ટ”ની કામગીરી અંતર્ગત રાજપીપલા બસ ડેપોને “તમાકુ મુક્ત જાહેર” કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડેપો મેનેજરના સહયોગથી બસ ડેપો પર “ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર” તથા “જાહેરમાં થૂંકવું નહિ” ચેતવણી દર્શાવતા સાયનેજ લગાવવામાં આવ્યા હતાં અને રાજપીપલા બસ ડેપોને તમાકુ મુક્ત જાહેર કરવા ડેપો મેનેજરને અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે એપેડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ. કશ્યપ,ડેપો મેનેજર પી.પી.ધામા, ડી.કાઉન્સેલર, ફેઈથ ફાઉન્ડેશનના સભ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *