રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
જેતપુરના સાડી ઉદ્યોગના સંચાલકો ભાદર નદીને ગટર સમજી રહ્યા છે. પરિણામે ભાદર નદીમાં વહેતું મીઠું જળ હવે ભૂતકાળ બની ગયો છે . ભાદર નદી હવે માત્ર કેમિકલ વહાવતું બની રહ્યું છે. પરિણામે નદીના કાંઠાની ખેતીની જમીનો બંજળ બની રહી છે. ખેડૂતો પાયમાલ બની રહ્યા છે .
પાણીમાં જોવા મળતાં ફીણના ગોટા પાણીમાં ભળેલા ઝેરી કેમિકલના છે . આ દ્રશ્યો લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના પાણીના છે. જળ પ્રદૂષણની સ્થિતિ યથાવત્ છે. જેતપુરમાંથી પસાર થતી ભાદર નદીનું પાણી પ્રદૂષિત થવાનો મામલો ફરિ સામે આવ્યો છે
લોકડાઉનમાં પ્રોસેસ હાઉસ અને પ્રિન્ટિંગ ઉધોગ બંધ હોવાના કારણે નદી શુદ્વ થય હતી પરંતુ ત્રણ દિવસથી થતો વરસાદમાં ઉધોગ પતિઓએ નદીમાં ફરી ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે ત્યારે આજે ફરી વખત ભાદર નદી પર ઉડતા ફીણના દ્રશ્યો સામે આવ્યા છે.
નદીનું પાણી પ્રદુષિત થવાને લીધે કેમિકલના ફીણ ચારે તરફ ઉડતા જોવા મળે છે. કેમિકલયુક્ત પાણી શુદ્ધ કરીને ઠાલવવાનું હોય છે નદીમાં પાણી પ્રદુષિત થવા પાછળ જેતપુરમાં ચાલતા પ્રોસેસ હાઉસ અને પ્રિન્ટિંગ ઉદ્યોગમાં વપરાતા ભારે કેમિકલને માનવામાં આવે છે. આ ઉદ્યોગ દ્વારા કેમિકલ યુક્ત પાણીને શુદ્ધ કરીને છોડવાનું હોય છે પરંતુ તેઓ તંત્રની રહેમ નજર હેઠળ બે રોકટોક નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે જેને લઈને ખેડૂતોના પાક પર અસર થવા લાગી છે. એટલું જ નહીં ખેડૂતોએ મોટો ખર્ચ કરી બનાવેલ કુવાઓમાં પણ આ કેમિકલ યુક્ત પાણી આવવા લાગ્યું છે . આ કૂવાનું પાણી પણ કેમિકલ યુક્ત થઇ જતા પિયત યોગ્ય રહેતું નથી.