રિપોર્ટર: ગૌતમ વ્યાસ
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ના અલીપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવતા વહીવટીતંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના ઘરની આસપાસના મુખ્ય રસ્તા પર પતરા મારી રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે બોડેલીના અલીપુરાના રામનગર સોસાયટીમાં રહેતા એક ૫૭ વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે હાલ વૃદ્ધા વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે વૃદ્ધા જ્યાં રહે છે તેમના આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા પતરા મારી રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે આ વિસ્તારના આશરે ૬ ઘરના ૨૫ સભ્યો ને ક્વોર ન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરન્ટાઇન વિસ્તારમાં અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક દેખરેખ રાખી રહ્યા છે બોડેલી તાલુકામાં કોરોના કહેર યથાવત રહેતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બોડેલી તાલુકામાં કેસ ન વધે તે માટે આરોગ્ય વિભાગ ચકાસણી કરી રહ્યું છે.