રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
ગુરુ પૂર્ણિમા નો દિવસ એક પવિત્ર દિવસ છે આ ગુરુપૂર્ણિમાના દિવસ દરેક લોકો પોતાના ના ગુરુ સ્થાને જઈ ને અને તેમના ગુરુજીની પુજા અર્ચના કરી અને આશીર્વાદ મેળવતા હોય છે જયારે યાત્રા ધામ અંબાજી ખાતે પણ ઘણા ખરા ગુરુ સ્થાનો આવેલ છે જેમા દર વર્ષે ગુરુ પૂર્ણિમા નો દિવશ ખુબ જ ધામધૂમથી માણવામા આવે છે પણ હાલ મા ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે આ વર્ષે ભારત દેશ ના ઘણા ખરા સ્થાનો મા ગુરુ પૂર્ણિમા મા માણવામા નથી આવી જેમા યાત્રા ધામ અંબાજી ખાતે આવેલ અંખાડા નંદ પરમહંસ આશ્રમ, કોટેશ્વર ખાતે આવેલ વાલ્મિકી આશ્રમ, ગબ્બર ખાતે આવેલ ચુંદડી વાળા માતાજી નુ આશ્રમ આ બધા ગુરુ સ્થાનો મા પણ આજ રોજ કોરોના વાયરસ ની મહામારી ના કારણે ભક્તો આછી સંખ્યા મા જોડાઈ અને ગુરૂ જી ની પૂજા અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા અને આની સાથે જ બધા ભક્તો એ માસ્ક ફરજીયાત પહેર્યું હતુ અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ નો પણ ખ્યાલ રાખ્યો હતો અને ગુરુપૂર્ણિમા નો ઉત્સવ માણવામા આવ્યો હતો.