દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા નાગરિકોને કલેક્ટર વિજય ખરાડીની અપીલ.

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા જણાવ્યું રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયની સૂચનાઓનું પાલન કરવું જરૂરી.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અનલોક-૨ ના તબક્કામાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા એક સંદેશા મારફતે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવીડ-૧૯ ના ૬૧ જેટલા પોઝિટિવ કેસો બન્યા છે. જેમાંથી ૧૫ કેસો એક્ટીવ છે અને ૪૫ દર્દીઓ સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી છે. પરંતુ ગત તા. ૨૭ જુન થી ૩ જુલાઇ વચ્ચે કોરોના સંક્રમણના કેસો વધુ કેસો નોંધાયા હોઇ નાગરિકોએ કોરોના સંક્રમણ બાબતે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લા નવ દિવસમાં જ દાહોદમાં કોરોના વાયરસના ૧૧ કેસો નોંધાયા છે.

તેમણે જણાવ્યું કે, નાગરિકો અનિવાર્ય કારણ વિના બહાર જવાનું ટાળવું જોઇએ, ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવું જોઇએ. બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક જરૂરથી પહેરવું જ. સામાજિક અંતરના નિયમનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. આ ટેવોને આપણે જીવનમાં ઉતારીએ તો કોરોના સંક્રમણથી બચી શકીએ છીએ. શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો દેખાય તો તુરત જ આરોગ્ય તંત્રને જાણ કરવી અને સારવાર લેવી જોઇએ. આયુષ વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો, હોમિયોપેથીક દવાઓ, નિયમિત ઉકાળાનું સેવન જીવનશૈલીનો એક ભાગ બનાવી દેવો જોઇએ. કોરોના સંક્રમણ સામે સાવચેતી પૂર્વકનું જવાબદાર નાગરિક તરીકેનું વર્તન આપણને કોરોના સંક્રમણથી બચાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *