રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી જિલ્લામાં કોરોના વાઈરસના કેચ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજુલા શહેરમાં કોઈ સરકારના નિયમ ફક્ત કાગળ પર જ જોવા મળી રહ્યા છે રાજુલા શહેર ની જનતા માસ્ક વગર તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનુ પણ પાલન નથી કરી રહ્યા…
હાલ સમગ્ર ભારતમાં મા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમા સરકાર ની ગાઇડલાઇન મુજબ પોતાના ધંધા રોજગાર શરૂ કરવાની છુટ છાટ અપાઈ ત્યારે ત્યારે રાજુલા શહેરમાં ખુલ્લેઆમ કાયદા નો ભંગ થઈ રહ્યો છે. રાજુલા ની શાક માર્કેટ અને રાજુલા ની મેઈન બજાર મા માસ્ક પહેરવું એ લોકો ને મરવા બરોબર લાગે છે. રાજુલા શહેર મા શાક માર્કેટમાં માસ્ક શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. રાજુલા શાક માર્કેટમાં શાકભાજી વાળા નથી માસ્ક કે નથી કરતા સોશ્યિલ ડિસ્ટન્સ નથી જાળવતા ત્યારે રાજુલા તાલુકા નુ તંત્ર ફક્ત રસીદો આપી પૌસા ઉઘરાવવાનુ પ્રસંદ છે.
રાજુલા ના દુકાનદારો અને શાકભાજી વેચવા વાળા માત્ર દેખાવ માટે માસ્ક અને રૂમાલ ગળે લટકાવી રહ્યા હોય છે ખુલ્લેઆમ કાયદા ની ઐસી તૈસી કરી છે.