રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા તિજોરી અધિકારીશ્રી પ્રવિણભાઈ ગોવિંદભાઈ મણવર વય નિવૃતી થતા તેઓનો વેરાવળ તિજોરી કચેરી ખાતે નિવૃતી વિદાય સમારોહ યોજાયો હતો. જિલ્લા તિજોરી અધિકારીશ્રી તિરથાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ વિદાય સમારોહમાં તેઓનું સન્માન કરી ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
અધિક જિલ્લા તિજોરી અધિકારી પી.જી.મણવર વર્ષ ૧૯૮૨માં કુતિયાણા તાલુકામાં જુનિયર ક્લાર્ક, વર્ષ ૧૯૮૩-૯૦ના સમયગાળામાં જૂનાગઢ ખાતે સીનીયર ક્લાર્ક, વર્ષ ૧૯૯૦-૯૮ માં જૂનાગઢ નાયબ હિસાબનીશ, વર્ષ ૧૯૯૮-૨૦૧૮ માં હિસાબનીશ અને ઓડીટર તરીકે અને વર્ષ ૨૦૧૮-૨૦૨૦ માં વેરાવળ ખાતે અધિક જિલ્લા તિજોરી અધિકારી તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વર્ષ ૨૦૧૭-૨૦ સુધી હિસાબી અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી. કાર્યક્રમનું સંચાલન સી.જે.વેકરીયાએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથના સ્ટાફે એચ.બી.દેવમુરારી, ડી.કે.બારડ તેમજ માહિતી કચેરીના અધિક્ષક અશોક સવસાણીએ પી.જી.મણવરને શુભેચ્છા પાઠવી હતી.