રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ નાંદોદ તાલુકાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સત્સંગી નિવાસ એપાર્ટમેન્ટ (રાધાસ્વામી કંપાઉન્ડ)માં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આરોગ્ય ટીમ ધ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઈ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ કન્ટેન્ટમેન્ટ એરિયા માં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. આ વિસ્તારના તમામ રહેવાસીઓ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે સ્થાનિક વહીવટીતંત્રએ સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારત સરકારશ્રીના કન્ટેન્ટમેન્ટ એરિયાની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.
કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ નાંદોદ તાલુકાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સત્સંગી નિવાસ એપાર્ટમેન્ટ (રાધાસ્વામી કંપાઉન્ડ) સિવાય રાજપીપલા નગરપાલિકા વિસ્તારના રાધાસ્વામી કંપાઉન્ડ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામાની અમલવારી તા.૩૦/૦૬/૨૦૨૦ થી તા.૧૩/૦૭/૨૦૨૦ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ-સબ-ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે.