રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
શિક્ષણ થકી માનવી પોતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી ભયંકર મહામારી નો સમાનો કરી રહ્યું છે ત્યારે મધ્યમ – ગરીબ વર્ગના પરિવારો ખૂબ જ આર્થિક સંકડામણ નો સામનો કરી રહ્યું છે. ધંધો રોજગાર પડી ભાગ્ય છે, એવા સમયે બાળકોના શિક્ષણ ના પ્રશ્નો ઉભા છે ત્યારે જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરાહનીય કાર્ય કરીને માનવતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ બન્યું છે. બાળકોના શિક્ષણની ચિંતા કરી ને બાળકોના શિક્ષણ કાર્યમાં મદદરૂપ થઈ શકાય એ હેતુથી જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યા પ્રાથમિક શાળાના ધો.૧ થી ૮ ના બાળકોને શૈક્ષણિક કીટ જેવી કે દફતર, ચોપડા, પેન, સ્કેચ પ્રેં, દેશી હિસાબ, પેન્સિલ, રબર, સ્લેટ, વોટર બેગ નું વિતરણ કરવામાં આવ્યું છે.
કિર્તીભાઇ પટેલના નેતૃત્વમાં કરવામાં આવેલા સેવાયજ્ઞ માં લુણાવાડા વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય જીગેંશભાઈ સેવક, રમણલાલ પટેલ, ભરતભાઈ, સમીરભાઈ જેવા સમાજસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ હમેશા જરૂરિયાત મંદ લોકોની વચ્ચે સતત પડખે રહી કાર્ય કરી રહ્યું છે.