રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કેન્દ્ર ની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ ની ખરીદી કીંમત કરતા વધારે એક્સાઈઝ ડ્યુટી લગાડી ને પ્રજા ને પીસી રહી છે, તેના વિરોધમા કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો,તે મુજબ આજે નર્મદા કોંગ્રેસ દ્વારા કલેકટરને રાષ્ટ્રપતિ ને સંબોધન કરતું આવેદનપત્ર આપવામા આવ્યુ.ડિઝલના ભાવમાં તેમજ એકસાઈઝ ડયુટીમાં વારંવાર વધારો કરીને ભાજપ સરકાર પ્રજાની તકલીફ મા પણ નફાખોરી કરી ૨હી છે તેવો આક્ષેપ સાથે નર્મદા જિલ્લાના કોંગ્રેસના પી.ડી.વસાવા,હરેશ વસાવા,જયંતીભાઈ વસાવા નિકુંજભાઈ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો આજે આવેદનપત્ર આપવા માટે કલેકટર કચેરી પર ગયા હતા.
આંતરરાષ્ટ્રીય બજારો મા ક્રુડ ઓઈલ ના ભાવો ઘટી ગયાં હોવા છતાં,ઘટેલા ભાવો નો લાભ દેશ ની પ્રજા ને આપવા નથી માંગતા અને ખરીદી કીંમત કરતા ત્રણ ગણી વધારે એક્સાઈઝ ડ્યુટી લગાડી ને પોતાની તિજોરી ભરી રહ્યાં છે. કોરોના અને તાળાબંધી થી લોકો ના વેપાર ધંધા પડી ભાંગ્યા છે,લોકો બે-રોજગાર બની રહ્યાં છે અને કેટલાંક આત્મહત્યાઓના પણ બનાવો બની રહ્યાં છે, પ્રજાની પીડા નો પાર નથી તેમ જણાવાયું હતું.આમ નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ ના રોજીંદા ભડકે બળી રહેલાં ભાવો મુદ્દે આવેદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો.