રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલ પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ ગેર બંધારણીય શબ્દો બોલતાં રખિયાણા ના શખ્સ સામે અનુસૂચિત સમાજના આગેવાન અને રામપુરાના વતની કનુભાઈ મંગળભાઈ સુમેસરાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના મોબાઈલ ફોનના વોટ્સએપ ગ્રુપમાં ૨૪ જૂને પહેલા રખિયાણા ગામના અનુસૂચિત સમાજના મહોલ્લામાંથી વીડિયો વાયરલ થતા અનુસૂચિત જાતિ હિતરક્ષક સમિતિના ગ્રુપમાં વીડિયો જોતા જેમાં ગણપતભાઈ ઉર્ફે ગપો ઠાકોર ( રહે.રખિયાણા તા.માંડલ ) એ ગાળો બોલી અનુસૂચિત જાતિ વિશે અપમાનિત શબ્દો બોલી ફરીયાદી તથા અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાવી ગુન્હો કરતા કનુભાઈ સુમેસરાએ માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે ડી.વાય.એસ.પી. પી.ડી.મણવર તાપસ ચલાવી રહ્યા છે.