રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આથી તાલડા ગામ ના ગ્રામજનોને જણાવવાનું કે આજ રોજ પણ ઉકાળા નુ આયોજન કરેલ છે ફરજિયાત બધાએ સવારે આપણી પ્રાથમિક શાળા એથી સવારે ૬:૩૦ પછી ફરજિયાત બધાને આ ઉકાળાનું પ્રવાહી પીવાનું છે આજે છેલ્લો દિવશ તો ફરજિયાત દરેક ઘરના વ્યક્તિ ના આવી શકતા હોય તો કાંઈ વાંધો નહીં પણ ફરજિયાત એક વ્યક્તિ આવવાનું છે અને સાથે તેના પાર્સલ માટે વાસણ લેતા આવવાનું છે તો અહીંથી પાર્સલ પણ મળશે ઘર માટે તેમજ બે વર્ષ સુધીના બાળકોને આ ઉકાળો પાવાનો નથી બે વર્ષથી દસ વર્ષ સુધીના ને બે ચમચી દસ વર્ષથી ઉપરના ને અડધી ચા ની રકાબી પ્રમાણે ઉકાળો પીવાનો છે જેની સર્વે ગ્રામજનો નોંધ લેવી કૃપા કરી બધા જ ગ્રામજનો સવારે જમ્યા પહેલા આ ઉકાળાનું પીણુ પીવે હમારી મહેનત સામે જોજો વધારે પડતુ બગાડ ન થાય તેવી સૌને વિનંતી છે. તાલડા સરપંચ રમેશભાઈ જાદવ અને તાલડા ગ્રામ પંચાયત દ્વારા ખડેપગે તનતોડ મહેનત કરી રહ્યા છે જેથી ગામલોકો ને કોરોના વાયરસની સામે રક્ષણ મળે.