અમરેલી મોટી કુંકાવાવ વચ્‍ચે બે અજાણ્યા ઇસમોએ મોટર સાયકલમાં લીફ્ટ આપી રોકડ રકમ તથા મોબાઇલ ફોનની કરેલ લુંટના ગુન્‍હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

વડીયા તાલુકાના લુણીધાર ગામના મનસુખભાઇ કરશનભાઇ સોલંકી, ઉં.વ.૫૫ નાઓ અમરેલી માર્કેટીંગ યાર્ડમાં મજુરી કામ કરી પોતાના ઘરે જવા માટે અમરેલી કુંકાવાવ જકાતનાકા પાસે ઉભા હતાં તે દરમ્‍યાન બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ લઇ ત્યાંથી પસાર થયેલ અને મનસુખભાઇને મોટી કુંકાવાવ સુધી જઇએ છીએ, તમને ત્યાં ઉતારી દઇશું તેમ કહી મોટર સાયકલમાં વચ્‍ચે બેસાડી, માંગવાપાળ ગામના પાટીયાથી થોડે આગળ મોટર સાયકલ ઉભું રાખી, મનસુખભાઇની પાસેથી રોકડા રૂ.૨૮૦૦/- તથા નોકીયા કંપનીનો મોબાઇલ ફોન લુંટી લીધેલ અને એક વાડીમાં લઇ જઇ, વધુ રૂપીયા કઢાવવા ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, ઢીકાપાટુથી તથા સોટી વડે માર મારી બેભાન જેવા કરી દઇ જતા રહેલ. આ અંગે મનસુખભાઇની ફરિયાદ પરથી બે અજાણ્યા ઇસમો વિરૂધ્‍ધ અમરેલી સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૧૧૦૮, આઇ.પી.સી. કલમ ૩૯૪, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો લુંટનો નોંધાયો છે. પોલીસે આરોપી ને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *