બ્યુરોચીફ: રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા ના મહુવા રોડ પર અકસ્માત એક નુ મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થવા પામી હતી અકસ્માત થતાં ગાડી એકાએક સળગી હતી વિસળીયા ગામ ના સરપંચ પોતાના જીવના જોખમે સળગતી ગાડીમાંથી લાશ કાઢી હતી. જાણવા મળતા વિગત મુજબ મહુવા તરફથી બે યુવાનો રાજુભાઈ બચુભાઈ જાદવ (પ્રજાપતિ) જતીનભાઈ અશોકભાઈ જોળીયા આવી રહ્યા હતા ત્યારે બોલેરો પીકઅપ સાથે અથડાયા હતા
બાદમાં એકાએક બાઈક સળગી ઉઠી હતી જેમાં રાજુભાઈ જાદવ નુ મોત થયું હતું જેની લાશ સળગી જવા પામી હતી આ બાઈક મા આગ લાગતા વિસળીયા ગામ ના સરપંચ ઘટના સ્થળે પર વિક્રમભાઈ શિયાળ. આતુભાઈ શિયાળ. બાબુભાઈ બારૈયા. ભુપતભાઈ શિયાળ. કિશનભાઈ. મનશંખભાઈ શિયાળ. પોલીસ હિંમતભાઈ રાઠોડ. વિજયભાઈ બારૈયા. જેરામભાઈ શિયાળ. અને વિસળીયા ના સેવાભાવી લોકો એ આગમાથી લાશ બહાર કાઢી હતી.બાદમાં લાશને પી. એમ. માટે રાજુલા લેવાઈ હતી.