રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
દર વર્ષે અષાઢ સુદ બીજ ના દિવશ ભારત દેશ ના દરેક ગામો મા ભગવાન જગન્નાથ પુરી ની રથયાત્રા નીકળવામાં આવે છે પણ હાલ મા ચાલી રહેલી કોરોના વાઈરસ ની મહામારી ના કારણે આ વર્ષે ઘણા ખરા ગામો મા રથ યાત્રા નથી નીકળવાની જેમાં ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા પણ છેલ્લા 27 વર્ષથી રથયાત્રા નીકાળે છે પણ આ વર્ષે કોરોના વાયરસ ની મહામારી ના કારણે અંબાજી મા પણ રથ યાત્રા નથી નીકળવાની જેમાં યાત્રા ધામ અંબાજી ખાતે આવેલ રાધે કુષણ ના મંદિર મા આજ રોજ ધાર્મિક ઉત્સવ સેવા સમિતી ના કાર્યકર્તા ઓ અને અંબાજી ગામવાસી ઓ દ્વારા ભગવાન જગન્નાથ ની પૂજા અર્ચના અને આરતી કરી અને ભગવાન જગન્નાથ ની મૂર્તિ ને હાથમાં લઈ અને મંદિર ની પરિક્રમા કરવા મા આવી હતી. અને જાંબુ અને મગ નો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો.