સમગ્ર દેશ કોરોના મહામારી ચાલી રહી છે તેને લઈને સરકાર દ્વારા લોકડાઉંન અમલ માં મુકવામાં આવ્યું છે ત્યારે પોલીસ અને તંત્ર લોકોને લોકડાઉંનનું પાલન કરાવવામાં અને કોરોના મહામારી થી સલામત રાખવામાં વ્યસ્ત છે તેવામાં ખનીજ ચોરી કરતા લોકો બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે અને રાતોરાત બેફામ ખનીજચોરી કરી માલામાલ બની જાય છે અને બમણી કમાણી કરી લેતા હોય છે.ત્યારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના તાબા હેઠળની જિલ્લા કચેરીએ આવા ખનીજ ચોરો પર લાલ આંખ કરી છે.ત્યારે આજરોજ ગોધરાની ક્ષેત્રીય ટીમ દ્વારા પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખનીજ ચોરીની મળેલી ફરિયાદો મુજબ ખનીજ ચોરી અટકાવવા માટે સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વક્તાપુર-ચિખોદ્રા ગામ ખાતે ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાથી ચેકીંગ કરી જે.સી.બી,ટ્રેક્ટર,ટ્રોલી સહીત ૨૫ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી ગોધરા કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવેલ છે અને આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.આમ ખનીજ ચોરી ના દરોડા પડતા અન્ય ભૂમાફિયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.