રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
કોરોનાની મહામારી પગલે હળવદ તાલુકાના કલાકારો અને સાજીંદાઓના ધંધો શરૂ કરવા મામલે હળવદ મામલતદારને કલાકારો, સાંજીદાઓ દ્વારા સ્ટેજ પ્રોગ્રામ અને લોકડાયરો સહીતના ધંધા બંધ પડયા હોવાથી આર્થિક સહાય આપવા મામલે હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારે કલાકારો, સ્ટેજ પ્રોગ્રામ, સંતવાણી તેમજ લગ્ન પ્રસંગે ડીજે સહિતના પર પ્રતિબંધ મુકેલ છે ત્યારે કલાકારોની હાલત કફોડી બની છે ત્યારે હળવદના કલાકારો અને સાજીત્રોના ધંધાર્થીઓ દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કોરોનાની મહામારીમાં સાઉન્ડ સંગીત, સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ તેમજ લગ્ન પ્રસંગે ડીજે સહિતના પર હાલ સરકારએ પ્રતિબંધ જાહેર કર્યો છે અમારે કલાકારોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે સરકાર દ્વારા કલાકારો અને ધંધાર્થીઓને લોન આપતા કે વ્યાજ દરમાં રાહત આપે અને આર્થિક સહાય કરે તેવી માંગ કરી હતી. તેમજ સરકાર દ્વારા જાહેર પ્રોગ્રામ, સ્ટેજ કાર્યક્રમો અને લગ્ન પ્રસંગે ડીજે સહિતની પરવાનગી અને આર્થિક સહાયની બે માંગોમાંથી એક વૈકલ્પિક સરકાર દ્વારા આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ગાંધીનગર ખાતે અખંડ સંતવાણી આદોલનની ચીમકી હળવદના કલાકારો દ્વારા આપવામાં આવી હતી.