નર્મદા: બી.જે.પી પૂર્વ સાંસદે સી.એમ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિવાદ મુદ્દે લખ્યો સણસણતો પત્ર

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

કોરોનાના કેહેર વચ્ચે લોકડાઉન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેનસિંગનો મામલો ભારે વિવાદિત બન્યો હતો.વિવાદ વધતા તંત્રએ હાલ પૂરતી કામગીરી સ્થગિત રાખી છે પણ અંતર્ગત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ વિસ્તારમાં તાર-ફેનસિંગની 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ફક્ત 20% જ બાકી છે, મોટે ભાગની કામગીરી પૂર્ણ થઈ હોવાથી તાર-ફેનસિંગ કામગીરી સ્થગિત રખાઈ છે.અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો હતો ત્યારે હવે છોટાઉદેપુર મત વિસ્તારના પૂર્વ ભાજપ સાંસદ રામસિંહ રાઠવાએ સીએમ રૂપાણીને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે .

ભાજપ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પત્રમાં જણાવ્યા મુજબ કેવડિયા 6 ગામના પ્રશ્નો ખૂબ ગૂંચવણ ભર્યા બનતા જાય છે, સરકાર આદિવાસીઓની લાગણી સાથે સમાધાન કરે એ જરૂરી બન્યું છે.અગાઉ સરકારના મંત્રીએ અને અધિકારીઓ સાથે બેઠકમાં અસરગ્રસ્તોને જે લાભો આપવાની વાત હતી એ લાભો એમને મળ્યા નથી, અધિકારીઓ બહાના બતાવી રહ્યા છે.આર્યો-દ્રવિડો બહારથી આવીને વસ્યા છે એમના ભોગે આદિવાસીઓના હકો છીનવી લેવા ન જોઈએ.ક્રિશ્ચિયન મિશનરી અને માઓ મિશનરી અદિવસીઓને ભડકાવી ગેરમાર્ગે દોરી રહ્યા છે.બહારથી આવેલા અધિકારીઓ આદિવાસીઓને સમજ્યા વગર કાયદાનું ખોટું અર્થઘટન કરી આદિવાસીઓને એમની જળ-જંગલ-જમીનથી દૂર રાખવા પ્રયત્ન કરી રહ્યા છે.જ્યારે ત્યાં સ્થાનિક અદિવસીઓ લારી-ગલ્લાથી પોતાની રોજગારી મેળવી રહ્યા હતા ત્યારે બહારથી આવેલા અધિકારીઓ એમને હટાવી પોતાના સગા-સબંધીઓને રોજગારી આપી રહ્યા છે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર કોઈને રોટલો આપી ન શકતી હોય તો પોતાની રીતે જીવતા અદિવાસીઓનો રોટલો છીનવી લેવાનો સરકારનો નૈતિક અધિકાર નથી.સરકાર અને આદિવાસીઓની સંમતિથી આદિવાસી વિસ્તારનો વિકાસ કરવો જોઈએ ધાક-ધમકીથી દબાણથી નહિ.સરકારે અદિવસીઓ માટે જાહેર કરેલા પેકેજ બાબતે પણ ઘણા પ્રશ્નો છે.કાયદો 73 અઅ મુજબ કલેકટર કે પંચાયતની પૂર્વ મંજૂરી વિના આદીવાસીની જમીન વેચી શકાય નહીં.જેથી આદિવાસીઓને જમીન વિહોણા ન કરી શકાય.કબજો ભોગવટો કરી જીવનનિર્વાહ ચલાવતા ઈસમને નર્મદા પ્રોજેકટ પૂર્ણ થયા પછી કદાપિ ઉપયોગમાં ન લેવાયેલ જમીન ફરી તેમના નામે ચઢાવી આપવા મારી માંગ છે.સરકારે જે કામ માટે જમીન સંપાદન કરી હતી તેનો મૂળ હેતુ જળવાયો નથી, આ 6 ગામના આદિવાસીઓને અસરગ્રસ્ત જાહેર કર્યા જ નથી.જો એમને અસરગ્રસ્ત જાહેર કરી એના લાભો આપી અન્ય સ્થળે સ્થળાંતર કર્યું હોત તો આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાત જ નહીં.એ આદિવાસીઓની જમીન કોડીના ભાવે લઈ કરોડોના ભાવે વેચવાના કારશા સામે આદિવાસીઓ ખૂબ નારાજ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *