બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
મંદિરના શિવલિંગ પરનો પૌરાણીક ચાંદીનો નાગ, માતાજી નો મુગટ સહિતની વસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયા.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ નજીક આવેલા પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગોરા ગામ નજીક આવેલા પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે ચોરીનો બનાવ બનતા મંદિરના પૂંજારી રવિશંકર કૈલાશપ્રસાદ ત્રિવેદીએ ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યા મુજબ ગત રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓ મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી પંચ ધાતુનો નાગ જેનું વજન ૧.૨૫ કિલોગ્રામ કિંમત, રૂપિયા-૫.૭૫ લાખ તેમજ શિવલિંગ ઉપરનું ચાંદી નું છત્ર વજન-૧.૫ કિલો કિંમત- ૭૫,૦૦૦રૂપિયા, ચાંદીનો મુગટ વજન ૨૫૦ ગ્રામ કિંમત-૧૨,૫૦૦ રૂપિયા,ચાંદી ની પંચધાતુ ની ગણેશજીની મૂર્તિ સહિતના અન્ય દાગીનાની ચોરી કરી કુલ રૂપિયા ૬,૯૮, ૩૦૦/-ની મત્તાની ચોરી કરી. અજાણ્યા ચોરો ફરાર થઈ ગયા હોય સવારે પૂંજારી એ મંદિર ખોલતા ચોરી થયાં હોવાનું માલુમ પડતા પુંજારીએ પીલીસ ને જાણ કરી હતી. ગરુડેશ્વર પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.