રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
દાંતા તાલુકાના ઝામરુ ગામમાં 20 માસ પહેલા નટુભાઇ નામના ઇસમની કોહવાયેલી હાલતમાં લાસ મળી હતી. જેથી આ મૃતકના પિતા હગરાભાઇ હત્યાના આસંકાથી આસરે ૧૦ થી વધુ ઇસમો વિરુદ્ધ હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ મામલાને અકસ્માત બતાવી મામલો રફેદફે કરવાનો કારસો કર્યો હતો. આ સમગ્ર મામલાની જવાબદાર છે હડાદ પોલીસ કેમ કે હડાદ પોલીસ મથકે ૨૦ માસ અગાઉ મૃતકના પિતાએ ફરિયાદ આપી ન્યાયની માંગી કરી હતી પરંતુ પોલીસે એફ.એસ.એલ. રિપોર્ટના અને અકસ્માતે મોત થયાના બહાના કાઢી સમગ્ર મામલાને દબાવી દીધો હતો. પરંતુ આજે ૨૦ માસ બાદ પણ મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવેલ આરોપીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરેલ નથી અને પડી રહેલી લાશનો નિકાલ કરવાની પણ કોઈ કાર્યવાહી કરી નથી તેવું પોલીસ ને જણાવ્યું.
27 8 2018 ના રોજ હત્યાના આક્ષેપ સાથે મૃતક ના પિતા એ દીકરા ના ન્યાય માટે લેખિત રજુઆત કરી હતી જોકે હડાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને સમગ્ર પ્રકરણ પર પાનું વાળી લીધું હોય તેવુ લાગે છે જોકે મૃતકના પિતાએ ૨૦૧૮ની સાલમાં હડાદ પોલીસ મથકે પોતાના દિકરાના હત્યારાઓ વિરુદ્ધ ફરિયાદ આપી ન્યાયની માંગ ફરી કરી હતી. પરંતુ એફએસએલ રિપોર્ટ નું બહાનું કાઢી અને હડાદ પોલીસે મૃતકના પિતા ને રજળતા મુકયા હતા આજે ૨૦ માસ જેટલો સમય થઈ ગયો છે ત્યારે દાંતા તાલુકાના જામરૂ ગામે ૨૦ માસ અગાઉ થયેલી હત્યા ની લાશ હજુ પણ તેના પિતાએ ઘર પાસે આવેલા બિનજરુરિ સૌચાલય માં મૂકી રાખી છે મૃતકના પિતા હગરાભાઇ રોજ દીકરાના મૃતદેહનુ મોઢું જોઈને પછી જ જમવાનુ બનાવે છે 20 માસથી ન્યાય માટે ઝંખતા આ પિતાએ દીકરાની લાશની અંતિમવિધિ પણ કરી ન હતી અને ન્યાય માટે રજૂઆતો કરી હતી આખરે ૨૦ માસ જેટલો સમયગાળો થઈ ગયો છે અડગ અને અહંકારી હડાદ પોલીસે ૨૦ માસ સુધી આ મૃતકના પિતા ને રજળાયા છે ત્યારે સવાલ એ થાય છે કે મૃતકના હતયારાઓ સામે કાર્યવાહી માટે જવાબદાર કોણ આટલા સમય સુધી લાશ પડી રહી છે તેના માટે જવાબદાર કોણ માત્ર પાંચ મિનિટનું કહી અને ઘરેથી ગયેલો દીકરો ૨૦ માસ અગાઉ મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારે ૨૦ માસથી મૃત દિકરાને ન્યાય અપાવવા સૌચાલય માં રાખેલી લાશનું જવાબદાર કોણ શા માટે નથી મળ્યો મૃતક નટુભાઇના પિતાજીને ન્યાય..