રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા 24 પર પહોંચી, હાલ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ
નર્મદા જિલ્લામા ગુરુવારે કોવિડ 19 કોરોના પોઝિટિવ નો વધુ એક કેસ પ્રકાશ મા આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી હતી. જિલ્લા મા કુલ 24 કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં હાલ 6 દર્દીઓ રાજપીપળા ખાતેની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના અકતેશ્વર ની મહિલાનો ગઇકાલે લેવાયેલો સેમ્પલ રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો છે. પોઝીટીવ આવેલી શીતલબેન પ્રદીપભાઈ પટેલ નામની 21 વર્ષિય મહિલા તા.9 મી જુન ના રોજ અમદાવાદ થી અકતેશ્વર ખાતે આવી હતી જેનો સેમ્પલ તા 10 મી ના રોજ લેવામા આવેલો આ રિપોર્ટ આજે આવતા મહિલા કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે.કોરોના પોઝિટિવ મહિલા ને રાજપીપળા ના કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે રખાતા હાલ દવાખાનામાં મા 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.