રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
ત્યારે હાલ કોરોના જેવા ગંભીર વાયરસમાં પણ આ ગાડીઓ યોગ્ય રીતે કામમાં ન આવતા શુ કોઈની જિંદગી જોખમમાં મુકાયા બાદ તંત્ર આળસ ખંખેરશે.
ડેડીયાપાડા તાલુકામાં લગભગ 1,25000 ની વસ્તી છે જ્યારે અહીં આઠ પીએચસી સેન્ટર આવેલા છે જેમાં છ એમ્બ્યુલન્સ મોબાઈલનો વાનો છે પરંતુ એ પૈકી ની લગભગ બધી જ એકદમ ખખડધજ હાલતમાં છે અને આ તમામ ગાડીઓ બે લાખથી વધુ કીલોમીટર ફરી ચૂકી છે છતાં પણ બદલવામાં આવતી નથી જેના કારણે ડેડીયાપાડા તાલુકાના દર્દીઓ કફોડી હાલતમાં મૂકાયા છે આ મોબાઇલ દર્દીઓને લેવા મુકવા જાય છે ત્યારે માર્ગમાં અધવચ્ચે ઘરે પહોંચે તેમ લાગતું નથી અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે આવી વાનો બદલવી જોઈએ કારણ કે જ્યારે અહીંયા પેશન્ટ આવે છે ત્યારે તેને રાજપીપળા ખાતે પણ રીફર કરવામાં આવતું હોય છે પરંતુ આ એમ્બ્યુલન્સ ખૂબ જ ખખડધજ હાલતમાં હોવાથી અહીંયા થી મોકલી શકાતી નથી જેથી ખાનગી વાહનોની વ્યવસ્થા કરવી પડે છે સાથે ૧૦૮ની સેવાને પણ સામેલ કરવી પડે છે. અગત્યની બાબત એ કે અહીં સગર્ભા બહેનોને હોસ્પિટલ સુધી લાવવા માટે પણ આજ મોબાઈલ વાનો નો ઉપયોગ થાય છે જ્યારે કુપોષિત બાળકો ને સારવાર આપવા માટે પણ આજ વાનો નો ઉપયોગ થાય છે અહીં મોટાભાગે લોકો સિકલસેલ એનિમિયા ના દર્દીઓ પણ છે જેમાં લોહી ખૂબ જ ઓછું હોય અને જો સમયસર સારવારમાં ન મળે તો એ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. માટે જો સરકાર આદિવાસી લોકોના હિતમાં તાત્કાલિક ધોરણે આવી એમ્બ્યુલન્સ દરેક પે સેન્ટર પર નવી આપે તેવી માંગ ઉઠી છે.