રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
પાટડી તાલુકા હેલ્થ ઓફિસ નીચે આવતા ખારાઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા નયનાબેન સોલંકી કે જેઓ હાલમાં સગર્ભા છે.હાલમાં આઠ માસનો ગર્ભ હોવા છતાં કોરોનની મહામારીની વચ્ચે ખારાઘોડામાં ઘરે – ઘરે ફરીને કોરોના ની કામગીરી નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે.સગર્ભા મહિલાને કોરોના થી ખુબજ સાવચેતી રાખવાની હોય છે.જેથી આ બહેન પોતાની અને પોતાના આવનાર બાળકની સાવચેતી પૂર્વક સંભાળ રાખી સવારથી સાંજ સુધી ગામમાં ફરી કોરોનાની કામગીરી કરી રહ્યા છે .ખારાઘોડા માં મુખ્યત્વે મીઠા કામદારો અને અગરિયા ઓજ રહે છે. અને તેમનામાં શિક્ષણ નો અભાવ હોય છે. જેથી નયનાબેન ઘરે – ઘરે ફરી સગર્ભા મહિલાને સલાહ આપી દવા આપે છે અને બે બાળકો હોય તો ઓપરેશન માટે પણ સમજાવે છે.આમ હાલમાં ૪૫ ડિગ્રી તાપમાનમાં પણ નયનાબેન આવી ઉત્કૃષ્ઠ કાગીરી કરી રહ્યા છે.જે પાટડી તાલુકાને ગૌરવ અપાવનારી બાબત છે.