રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર
પ જુન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં અમુલ્ય કુદરતી સંપતી ફળ ફુલ વૃક્ષોનું જતન કરી વધુમાં વધુ વૃક્ષો વાવીને વિવેક પુર્વક જાળવણી કરી પર્યાવરણનું મહત્વ સમજી બીજાને મહત્વ સમજાવી પર્યાવરણનું જતન કરવા સાથે મળી સંકલ્પ કરીએ તો હરીયાળી ક્રાંતિ સર્જી શકાય.
વિશ્વ પર્યાવરણ દિવસે વાત કરીએ કેશોદ તાલુકાના અજાબ ગામની જ્યાં નેચર નિડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનુ અનેરૂ અભિયાન ચલાવાઈ રહ્યું છે કેશોદ તાલુકાભરમાં અત્યાર સુધીમાં વિના મુલ્યે વૃક્ષોના વિતરણ સાથે મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોના ઉછેર સાથે જતન પણ કરવામાં આવી રહ્યું છે.
નેચર નિડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ દ્વારા ખેડુતોના ખેતરોમાં સેઢાપાળામાં સરકારી ખરાબાની જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યુ છે અજાબ ગામે સાત સાર્વજનિક પ્લોટોમાં વન વાટિકાનું નિર્માણ કરવામા આવ્યુ છે તેમજ આગામી સમયમાં વધુ ત્રણ સાર્વજનિક પ્લોટોમાં વન વાટિકાનું નિર્માણ કરવાનું આયોજન છે.
નેચર નિડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ દ્વારા ગામને હરીયાળુ બનાવવા વન વિભાગના સહકારથી ઓક્સિજન પાર્કમાં બે હજાર જેટલા જંગલી વૃક્ષો વાવી કૃત્રિમ જંગલનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે નેચર નિડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ દ્વારા સંકલ્પ કરી આગવુ આયોજન કરવામા આવનાર છે.
નેચર નીડ યુથ કલબના મેનેજીંગ ટ્રસ્ટી અભય વ્યાસ વરૂણ પંડ્યા જયેશ શેખાત હરેશ અઘેરા સહીત વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી ઉછેર સાથે જતન કરી હરીયાળી ક્રાંતિ સર્જી અવિરત વૃક્ષોનું વાવેતર કરવા લોકોને પણ સમજાવી રહ્યા છે આજના સમયમાં ગ્લોબલ વોરમીંગના અતિવૃષ્ટિ દુષ્કાળ સુનામી ઋતુઓમાં ફેરફાર વેગેરે જેવી કુદરતી આફતોનો આપણે સામનો કરી રહ્યા છીએ તેનુ મુખ્ય કારણ વૃક્ષોનું નિકંદન જવાબદાર માની શકાય જે આવનારી પેઢીએ સહન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલાં આપણી ફરજ સમજી આપણાં આંગણે ગામના આંગણે સ્વચ્છ અને સારૂ પર્યાવરણ મળે તેવા ઉદેશ્યથી એક ઘર એક વૃક્ષના સુત્ર સાથે જોડાઈ અને વૃક્ષોના વધુ વાવેતરથી પક્ષીઓના કલરવ થાય શુદ્ધ હવા શુદ્ધ પર્યાવરણ મેળવી શકાય તેવા સંદેશ સાથે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ દ્વારા લોકોને અપીલ કરવામા આવે છે.
નેચર નિડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબની વૃક્ષોના વાવેતરની લાગણીથી પ્રેરાઈને ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા મુખ્યમંત્રીના વરદ હસ્તે જડેશ્વર મહાદેવ ઓઢવ અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પ્રમાણપત્ર આપવામા આવેલ છે.
નેચર નિડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ દ્વારા જે વૃક્ષારોપણ વૃક્ષોનો ઉછેર સાથેના અભિયાનને સાર્થક કરવા પર્યાવરણ પ્રેમીઓ લોકો પણ વધુ સાથ સહકાર આપી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવી નેચર નીડ યુથ કલબના મેનેજીંગ ટ્રસ્ટી અભય વ્યાસે જણાવ્યું છે.