રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
આજે જેઠ સુદ પૂનમ ના દિવસે માતા સાવિત્રી નું વ્રત વડ સાવિત્રી તરીકે ઓળખીએ છીએ આ વ્રત મહિલા માટે ખૂબ મહત્વ હોય છે અને માન્યતા એવી છે આ વ્રત પોતાના પતિ માટે રાખવાથી આવેલું સંકટ દૂર થાય અને તેમનું આયુષ્ય લાબું થાય છે અને આ વ્રત કરવાથી પોતાના જીવન માં મુશ્કેલી દૂર થાય છે સુહાગણ સ્ત્રી પોતાના જીવન માં સુખ અને શાંતિ તે માટે આ વ્રત કરે છે આ દિવસે વડ ની પૂજા કરે છે આ દિવસે સતી સાવિત્રી અને સત્યવાન ની વાર્તા સાંભળવા નું મહત્વ છે અને આ વ્રત સાંભળવા થી મનમાંગ્યું ફળ મળે છે પૌરાણિક કથા અનુસાર માં સાવિત્રી મુત્યુ દેવતા યમરાજ પાસે થી પોતાના પતિ સત્યવાન નાં પ્રાણ પાછા લાવ્યા હતા એટલા મટે આ વ્રત કરવામાં આવે છે રાજપીપલા ની સુહાગન મહિલાઓ આજે પૂજા સરકાર ના નિયમ મુજબ સોશ્યિલ ડિસ્ટનસ રાખી ને પૂજા કરી હતી.અને વિશ્વમાં કોરોના મહામારી નાં રોગ જતો રહે અને બધા નું રક્ષણ થાય તે માટે પ્રાથૅના કરી હતી.