રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે જિલ્લા તાલુકાના આરોગ્યના કર્મયોગીઓ તેમજ ફિમેલ હેલ્થ વર્કર,આશાવર્કર બહેનોની સાથે સરપંચઓ, પ્રાથમિક શિક્ષકો અને સ્વયં સેવકો સતત કાર્યરત છે.
તદઅનુસાર આ કર્મઠ કર્મયોગીઓ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન હોય કે કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારનો વિસ્તાર હોય કે તે સિવાયના જિલ્લાના ગામે-ગામ નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જ સતત ચિંતા કરીને ડોર ટુ ડોર સર્વેની સાથે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને હવે એન્ટી લારવલ અને પોરાનાશકની કામગીરી પણ કરી રહ્યા છે.
આ કામગીરીના ભાગરૂપે પ્રા.આ. કેન્દ્ર, સરસણના સબ સેન્ટર, નાની સરસણ ખાતે એન્ટી લારવલની કામગીરી, આયુર્વેદિક ઓફિસર ચાંપેલીના માર્ગદર્શન હેઠળ લુણાવાડા તાલુકાના સબલપુર ગામે લુણાવાડા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઈ પટેલ તથા લુણાવાડા આરોગ્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા, આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાની સાથે આર્સેનીક આલ્બ અને વિટામિનની ગોળીઓનું વિતરણ કરવાની સાથે થર્મલ સ્ક્રિનિંગ, આઉટરીચ ઓપીડી અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવા સહિત આરોગ્ય સેતુ એપ અંગેની સમજ આપી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવવાની પણ કામગીરી કરવામાં આવી હતી. આમ, સમગ્ર જિલ્લા વહીવટી-આરોગ્ય તંત્ર સહિત તાલુકા અને ગ્રામ્ય વહીવટી-આરોગ્ય તંત્રના કર્મયોગીઓ સતત અવિરતપણે જિલ્લાના નાગરિકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે તેમની કામગીરી વણથંભી ચાલુ રાખી છે.