આમોદ નગરપાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટરનું પાણી બેક મારતાં તાલુકા પંચાયત વસાહતના રહીશો દુર્ગંધથી ત્રાહીમામ.

bharuch
રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ

ગટરના દુર્ગંધ મારતા પાણીથી રહીશોનું ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આંદોલનના ભણકારા.

  મલ્લા તળાવ પાસે આમોદ નગરપાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટરનું પાણી બેક મારતા આમોદ તાલુકા પંચાયત નવી વસાહતના રહીશો દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેનો નિકાલ ના થતા પાલિકા કચેરીએ વિસ્તારના રહીશોએ મોરચો લઈ જઈ રજુઆત કરી હતી.અને ગટરના દુર્ગંધ મારતા પાણીથી મુક્તિ મળે તેવી માંગણી કરી હતી.અને ગટરના ગંદા પાણીનો નિકાલ ના કરવામાં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પાલિકા સત્તાધીશોને ચીમકી આપી હતી.

આમોદ પાલિકાએ મલ્લા તળાવ પાસે ભૂગર્ભ ગટરનો સંપ બનાવેલા છે ત્યાંથી ગટરનું ગંદુ પાણી બેક મારતા આમોદ તાલુકા પંચાયત નવી વસાહત વિસ્તારના પાછળ મકાનોના વાડા સુધી ગંદુ દુર્ગંધ મારતું પાણી ઘુસી જતા સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા છે. તેમજ રોગચાળો પણ ફેલાવાની દહેશત વિસ્તાર ના રહીશોએ વ્યક્ત કરી આમોદ પાલિકાને વહેલી તકે તેનો નિકાલ કરવા રજુઆત કરી હતી. એક તરફ ભરબપોરે વિસ્તારના રહીશો મોરચો લઈને આમોદ પાલિકાના અધિકારીઓને રજુઆત કરવા માટે આવ્યા ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી તેમની રજુઆત સાંભળ્યા વગર આમોદ મામલતદારે બોલાવેલી અગત્યની મીટિંગમાં ચાલ્યા ગયા હતા. જેથી વિસ્તારના રહીશો તેમજ મહિલાઓ રોષે ભરાઈ હતી અને પાલિકા કચેરી બહાર જ પાલિકાના સત્તાધીશોને તોલી તોલીને જોખવા માંડી હતી.


આમોદ નગરના તાલુકા પંચાયત નવી વસાહત વિસ્તારમાં હાલમાં જ આમોદ પાલિકાએ પ્રિ મોન્સૂનની કામગીરી હેઠળ ગટરની સાફસફાઈ કરી હતી પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નહોતો અને ગટરના ગંદા દુર્ગંધ મારતા પાણીનો ભરાવો ચાલુ રહ્યો હતો. જેથી આમોદ પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી સામે પણ વિસ્તારના રહીશોએ સવાલો ઉઠાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકા પંચાયત પાસે આવેલા રોડ ઉપરથી અનેક ધાર્મિક લોકો પોતાના ધાર્મિક સ્થાનો ઉપર જતા હોય છે તેમજ વટેમાર્ગુઓ અને જૈન ધર્મના લોકો પણ આજ માર્ગ ઉપરથી વિહાર કરતા હોય છે.ત્યારે દુર્ગંધ મારતા રોડ ઉપરથી પસાર થતા અનેક લોકોએ ફરજીયાત રૂમાલ મોઢા ઉપર રાખીને પસાર થવું પડે છે.

નું ગંદુ પાણી બેક મારે છે અને વિસ્તારના લોકો પરેશાન બન્યા છે ત્યારે તેમણે સ્થાનિક નગરસેવકોને પણ પોતાના વિસ્તારની સમસ્યા કહી હતી છતાં કોઈ પરિણામ ના મળતા સ્થાનિક રહીશોમાં સ્થાનિક નગર સેવકો પ્રત્યે પણ રોષ જોવા મળ્યો હતો.આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી અંકિત વાણિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હમણાં ત્યાં જેસીબી પહોંચ્યું છે અને ગટર સાફ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *