ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ રેન્કિંગમાં 7મા ક્રમે પહોંચી ગઈ છે. સિંધુ 3 વર્ષ પછી ટોપ-6થી બહાર થઈ છે. તાજેતરમાં સિંધુ ઓલ ઇંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાં ક્વાર્ટરફાઇનલમાં હારી હતી. તેનાથી તેને એક ક્રમનું નુકસાન થયું છે.
યિંગ વર્લ્ડ નંબર 1 બની
સ્પેનની કેરોલીના મેરિન એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે આવી ગઈ છે. તાઇવાનની તાઈ ઝુ યિંગ વર્લ્ડ નંબર 1 બની ગઈ છે. સાઈના નહેવાલ પહેલાની જેમ 20મા ક્રમે યથાવત છે. મેન્સ કેટેગરીમાં કોઈ ભારતીય ખેલાડી ટોપ-10માં નથી. સાઈ પ્રનિત 13મા અને કીદામબી શ્રીકાંત 20મા ક્રમે છે.
સિંધુનું ખરાબ ફોર્મ જારી
સિંધુ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યા પછી ખરાબ ફોર્મથી ઝઝૂમી રહી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રેન્ચ ઓપન અને જાન્યુઆરીમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સના ક્વાર્ટરફાઇનલ સુધી પહોંચી હતી. જો તે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન સીરિઝની ફાઇનલમાં પહોંચી હોત તો તેણે ટોક્યોમાં સ્થાન મેળવી લીધું હોત.