રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલ ગામ એ ઐતિહાસિક ગામ છે અને માંડલ ગામ એ તાલુકાનું નાક છે. મનુષ્યને જો નાક બંધ થઈ જાય તો પછી એ શ્વાસ ક્યાંથી લઈ શકે તો અહીં પણ એવુંજ છે ગામડાઓની તો વાત જવાદો તાલુકાનું મુખ્ય મથક જ સ્વચ્છ નથી. માંડલમાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, સિવિલ કોર્ટ,ગ્રામ પંચાયત કચેરી, સરકારી કોલેજ, સાયન્સ સ્કૂલ,સરકારી શાળાઓ,સરકારી હોસ્પિટલ,આંગણવાડી,હિન્દૂ મંદિરો,દેરાસરો, મસ્જિદો અનેક ધાર્મિક રાજકીય અને સામાજિક સંસ્થાઓ ધમધમી રહી છે. જોકે તમામની એક જવાબદારી છે, આપણે જે વસ્તુઓનો ઉપભોગ કરીએ છીએ અને તેનો નાશ પણ આપણે યોગ્ય જગ્યાએ કરવો જોઈએ.કચરો ગમે ત્યાં ન ફેકવો જોઈએ, ગમે ત્યાં ગંદકી ન કરવી જોઈએ, ગમે ત્યાં થુકવું ન જોઈએ આ બધી ગામ અને દેશના નાગરિકની પ્રથમ ફરજ છે. દરેક સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યરત જ છે અને તમામ જવાબદારીઓ નિભાવી જ રહી છે. પણ આપણે હજુ ત્યાંને ત્યાંજ છીએ.આપણે સુધરશું તો જગ સુધરશે. ગ્રામ પંચાયતની પણ એટલી જ ફરજ આવે છે જોકે માંડલ ગામ એ ઐતિહાસિક નગરી છે માટે આ ધરોહરને જીવંત રાખવી હશે તો સત્તા પક્ષ અને પંચ બંને એક રાહ પણ ચાલવો જોઈએ.