રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહિસાગર જીલ્લાના લુણાવાડામાં ફરજ બજાવી રહેલ ૧૮૧ અભયમ મહિલા કાઉન્સિલર મનીષાબેન મકવાણા તેમજ કોન્સ્ટેબલ સંગીતાબેન પારગી પાયલોટ રમેશભાઈ ભોઈ પોતાની ફરજ ઉપર હાજર હોલ કે દરમિયાન મહિલાનો કોલ 181 પર આવે કે મારા માતા-પિતા મને હેરાન કરે છે અને મારઝૂડ પણ કરે છે. તથા મારી નાખવાની પણ ધમકી આપે છે તેથી ૧૮૧ પર કોલ કરેલ છે.
ત્યારબાદ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમને કોલ મળતા મહિલા હેલ્પ લાઇનની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી. ત્યાં જઈને તે બહેનને કાઉન્સલીંગ કરતાં જાણવા મળ્યું કે બહેનના લગ્ન કર્યાને ત્રણ વરસ થયા હતા અને તે બેનને તેના ગામના છોકરા સાથે છ વર્ષથી અફેર ચાલતું હતું. તે બેન તે છોકરા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા અને જ્યાં લગ્ન કરાવ્યા છે ત્યાં જવાનું ના પાડતા હતા. ત્યાર પછી તે બેનને ઘણું સમજાવ્યા પરંતુ તેઓ સમજવા માટે તૈયાર ન હતા અને તે છોકરા સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠા હતા. ત્યારપછી તે બેનના માતા-પિતા સાથે વાતચીત કરતા તેના પિતાએ જણાવ્યું કે તેની મંજૂરીથી જ તેના લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ તેણીની એ ત્યારે કઈ જ કહ્યું ન હતું કે મારે કોઈ બીજા છોકરા સાથે અફેર છે અને હવે અત્યારે તે ત્યાં લગ્ન કરવાનું કહે છે તે બેન ના માતા-પિતા એ જણાવ્યું કે અમે અમારી દીકરીના લગ્ન કરાવ્યા હતા ત્યારે તેના સાસરી પક્ષ પાસેથી ૭૦ હજાર રૂપિયા લીધા હતા. અને અત્યારે તેમની પાસેથી છુટાછેડા માંગીએ છીએ તો તેઓ ૭૦ હજાર રૂપિયા પાછા માંગે છે. તે માતાપિતાએ તેની છોકરીને કહ્યું કે તારે જે છોકરા સાથે લગ્ન કરવા હોય તે ૭૦ હજાર આપે તો તેઓ છૂટાછેડા કરાઈ તે છોકરા સાથે લગ્ન કરાઈ આપશે. ત્યાર પછી તેમણે જણાવ્યું કે તે છોકરો ૭૦ હજાર આપવા તૈયાર છે અને ત્યાં પૈસા લેવા જતા તે છોકરો ત્યાં હાજર ન હતો.
તમામ પૂછપરછ બાદ તે બહેનને પૂછતાં કે હવે તમારે શું કરવું છે? ત્યારે તે બહેન અત્યારે પિયરમાંમાં રહેવાની ના પડે છે અને કહે છે કે હું અહીં રહીશ તો મારા માતા-પિતા મને મારી નાખશે. તે બહેન ને ખુબ સમજાવવા છતાં તે બહેન કહેવા લાગ્યા કે તમે મને અહીંયા મૂકીને જતા રહેશો તો હું આપઘાત કરી દઈશ. ત્યાર બાદ ૧૮૧ ની ટિમ દ્વારા તે બહેનને OSC સેન્ટરમાં મૂકવાનો નિર્ણય કર્યો. અંતે તે બહેનને OSC સખી વન સ્ટોપ સેન્ટર ગોધર ખાતે hand over કરેલ છે.