રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે ગતરોજ કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ભારત ભવન મેન રોડ પરથી એક વ્યક્તિ ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયો હતો જે વ્યક્તિ લથડીયા ખાતો હતો તથા રસ્તા ઉપર લવારા કરતો હતો ત્યારબાદ એનું નામ પુછતા આ વ્યક્તિએ પોતાનું નામ મહેશભાઈ વિક્રમભાઈ રહેવાસી ભુમલીયા ગામનો જણાવ્યું હતું તેમજ પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શક્યો ન હતો અને તેમની અંગ ઝડતી લેતાં તેની પાસેથી કોઈ ગુનાહિત ચીજવસ્તુ મળી આવેલ નથી જે બદલ નું પંચનામુ રાત્રિના ૮ થી ૮:૩૦ વચ્ચે કરવામાં આવ્યું હતું જેની કેવડીયા પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.