સમગ્ર ભારતમાં ૩ તબ્બકા ના લોકડાઉંન બાદ ૪ તબ્બકામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે. જેમાં સરકાર એ આપેલી ગાઇડલાઇન મુજબ દુકાનો ખોલવા માટે ની સૂચનાઓ આપવામાં આવી છે. હેર સલૂન ચલાવનારા લોકો માટે પણ સરકાર દ્વારા સૂચનો આપાય છે ત્યારે પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા માં આવેલી બોમ્બે હેર કટીંગ સલૂન માં કોરોના સંક્રમણ ના ફેલાય તેની સાવચેતી સાથે ગ્રાહકને અપોઇન્મેન્ટ સિસ્ટમ થી જ બોલવામાં આવે છે તથા દુકાનમાં ૨ વ્યક્તિઓ ને જ પ્રવેશ આપવામાં આવે છે અને ડીસ્પોસેબલ એપ્રોન,ડીસ્પોસેબલ રૂમાલ અને પી.પી.ઈ કીટ શૂટ પહેરી ને ગ્રાહકો નું કામ કરવામાં આવે છે અને સરકાર શ્રી તરફ થી બહાર પડેલી તમામ ગાઇડલાઇન મુજબ નિયમો નું પાલન કરવામાં આવે છે આજ રીતે જો નિયમો નું પાલન કરી ને વેપાર ધંધા કરવામાં આવે તો સરકાર દ્વારા લોકડાઉંન ૪.૦ માં આપેલ છૂટછાટ માં પણ આપણે દેશ માં કોરોના નું સંક્રમણ ફેલાતું રોકી શકીશુ.