રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ મુસ્લીમ સમાજ દ્વારા માહે રમજાન મુબારક માસમાં સમાજનાં દાતાઓ તરફથી જકાત અને ઈમદાદની રકમ અને મળેલ માલમાંથી રાશનની ત્રણસો કીટ તૈયાર કરીને અલગ અલગ સોસાયટીમાં ઘરે ઘરે જઈને જરૂરીયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવેલ જે મુસ્લીમ સમાજના દાતાઓ તરફથી મળેલ જકાત અને ઈમદાદ ની રકમ અને માલ મળેલ તેમાંથી કીટ અને મિઠાઈ તૈયાર કરીને વિતરણ કરવામાં આવેલ છે તે બદલ કેશોદ સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ ઈસાભાઈ ઠેબા ઘાંચી સમાજના પ્રમુખ સેબાજભાઈ મહીડા,હનીફભાઈ સોઢા,અલીભાઈ સાંધ,કારાભાઈ ચાંદની વાળા,સોહેલભાઈ મહીડા,મુસાભાઈ મહીડા,હનીફભાઈ મહીડા.ન.પા.સદસ્ય, તથા સમસ્ત મુસ્લીમ સમાજ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.