પંચમહાલ મિરર ડેસ્ક
કુદરતી ન્યાય ના સિદ્ધાંતો ને નેવે મૂકી રાજ્કીય દબાણ હેઠળ નો નાયબ સચીવ નો હુકમ સ્થગીત.
શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ મા બરતરફ કરાયેલ આચાર્ય તૃપ્તિબેન પ્રભાકર વોરા નો મામલો ટ્રિબ્યુનલ સમક્ષ અને હંગામી શિક્ષણ સહાયક સ્નેહાબેન ગોહીલ ને ફરજમુક્ત કરવાની બાબત ન્યાય નિર્ણય માટે હાઈકોર્ટ મા પડતર હોવા છતા પણ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ગોધરા અને નિયામક કચેરી ગાંધીનગર દ્વારા તદન ખોટી રીતે કુદરતી ન્યાય ના સિદ્ધાંતો નો ભંગ કરી તા ૦૩/૦૬/૨૩ ના રોજ શાળા સરકાર હસ્તક લેવાની અને ૧૦૦ ટકા ગ્રાન્ટ કાપની દરખાસ્ત કરી હતી જેમાં મંડળ દ્વારા નામ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ કરતા કોર્ટે બન્ને પ્રોસિડિંગ અલગ કરવા અને બચાવની યોગ્ય તક આપવા ગાઇડલાઈન આપી હુકમ કર્યો હતો તેમ છતાં પણ નામ ગુજરાત હાઇકોર્ટ ના હુકમ ની અવગણના કરીને શિક્ષણ મંત્રી ના દબાણ હેઠળ મુખ્યમંત્રી કચેરી માથી હાકલ પટ્ટી કરાયેલ પી એસ પટેલ ના દોરી સંચાર થી મંડળ સંચાલીત શ્રીમતી સી બી ગર્લ્સ હાઇસ્કુલ કલમ ૩૩ મુજબ સરકાર હસ્તક લેવાની કાર્યવાહી કરી હતી.
જેમાં કોઇપણ અધીકાર વગર નાયબ સચીવ દ્વારા મંડળને દરખાસ્તના કાગળો પુરા પાડ્યા વિના સૂનાવણી કરી તેમજ સરકાર હસ્તક લેવાનો હુકમ તા ૨૪/૦૪/૨૪ ના રોજ કરેલ જે હુકમ મંડળને તા ૦૮/૦૫/૨૪ ના રોજ મળેલ જે બાદ મંડળે તેઓનાં એડવોકેટ દીપક આર દવે મારફતે ખાસ દીવાની અરજી નં ૮૧૬૧/૨૦૨૪ દાખલ કરી હતી જે અરજી મા તા ૧૬/૦૫/૨૪ ના રોજ સરકાર દ્વારા નાયબ સચીવ નો જવાબ દાખલ કરેલ કાલોલ કેળવણી પ્રચારક મંડળ ના એડવોકેટ દીપક આર દવે દ્વારા વિસ્તૃત દલીલો રજૂ કરી નાયબ સચીવ નો હુકમ સતા બહાર નો દરખાસ્તના કાગળો પુરા પાડ્યા વિના, કુદરતી ન્યાય ના સિદ્ધાંતો વિરૂદ્ધનો હોવાની રજૂઆત કરી એપેક્ષ કોર્ટ ના ચૂકાદા રજૂ કરેલ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી એ ઉતાવળે નિયામક કચેરી ના દબાણ હેઠળ એકજ દિવસે દરખાસ્ત રજૂ કરેલ જે તમાંમ હકીકતો રેકર્ડ પર લાવતા ગુજરાત હાઇકોર્ટ ના ન્યાયમુર્તિ દેવન એમ દેસાઈ દ્વારા મંડળ ની અરજીના પેરા ૯(બી) મુજબ નાયબ સચીવ ના તા ૨૪/૦૪/૨૪ ના સરકાર હસ્તક લેવાના હુકમને સ્ટે કરેલ છે. ઉલ્લેખનીય છે કે જીલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ હાઈકોર્ટ મા મેટર ગયેલ હોવાનુ જાણવા છતા ઉપરના અધિકારીઓ ના દબાણ હેઠળ મંગળવારે વેકેશન મા બપોર બાદ શાળાનો વહીવટ લેવા મંડળને દબાવવા પોતાની ટીમ સાથે પોલીસ મોકલી હતી. પણ તેઓ ફાવ્યા નહોતા.
મંડળ સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ સરકાર હસ્તક લેવા ખુદ શિક્ષણ મંત્રી અંગત રસ લેતા હતા ગત તા ૧૦/૦૬/૨૩ ના રોજ સંતરામપુર ના જાનવડ ખાતે તેઓને રુબરુ મળતા તેઓએ બન્ને શિક્ષકો ને પાછા લઈ લો પછી કાર્યવાહી બંધ કરવા વિચારું તેવું જણાવેલ તેમના ખુબ જ અંગત પી એસ પટેલ ના માર્ગદર્શન હેઠળ અમારા મંડળ હસ્તક ની શાળા લેવા માટે કારસો રચ્યો હતો બન્ને શિક્ષિકા ની મેટર કોર્ટ મા ચાલતી હોવાથી અમે તેઓને પરત લેવા ની ધરાર ના પાડતા શિક્ષણ વિભાગ ને હાથો બનાવી સમગ્ર કાર્યવાહી કરી હતી જેમા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમોને ન્યાય મળેલ છે અમોએ મુખ્યમંત્રી ને પણ સ્વાગત કાર્યક્ર્મ મ આ બાબતે જેતે સમયે રજૂઆત કરી હતી. અંતે સત્ય નો વિજય થયો છે.
મનોજ પરીખ અરજદાર અને વિરેન્દ્ર મહેતા. માનદ મંત્રી શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ. કાલોલ