વ્યાજખોર શખ્સોના ત્રાસથી ફરી એકવાર એક વ્યક્તિ ને મોતને વાહલું કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ વખતે અમદાવાદના વાસણા વિસ્તારમાં વ્યાસખોર શખ્સોના ત્રાસના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, પોલીસે તપાસ દરમિયાન સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. અને તપાસ દરમિયાન ત્રણ વ્યાજખોર શખ્સોની ધરપકડ કરી છે.
પંચમહાલ જીલ્લા ના કાલોલ , હાલોલ , ગોધરા શહેર માં અને તાલુકા ઓ માં પણ આવા વ્યાજ માફીયાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને ૧૦-૧૨-૧૫% સુધી નું લોકો ની મજબૂરી નો ફાયદો ઉઠાવી વ્યાજ વસૂલી નો ધંધો કરતા હોય છે પરંતુ વ્યાજ ખોરો ના ત્રાસ નો ભોગ બનેલા વ્યક્તિ ઓ પોતાના સ્વમાન અને સમાજ માં ઈજ્જત ના કારણે સામે આવતા નથી પરંતુ આ વ્યાજ ખોરો ઉપર અંકુશ લાવો ખુબજ જરૂરી છે.
વાસણા પોલીસની ગિરફ્તમાં દેખાતા આ ત્રણે આરોપીઓ વ્યાજખોરીનો કારોબાર ચલાવતા હતા. પરંતુ તેમની વ્યાજખોરીના ખ પ્પરમાં એક વેપારી હોમાઈ ગયો છે.. અને તેનું પરિવાર ઘરના મોભી વગર નોંધારું બની ગયું છે. મૃતકના પત્નીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કુલ પાંચ આરોપીઓ સામે વાસણા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જાહેરાત
વેપારીનાં આપઘાત માટે ત્રણ વ્યક્તિ જવાબદાર છે. આપઘાત કરનાર વ્યક્તિ ફ્લોર ફેક્ટરી ચલાવતો હતો પરંતુ ધંધામાં આર્થિક નુકસાન જતા તેને વ્યાજે રૂપિયા લેવાની જરૂર પડી હતી. દરમિયાનમાં તેના કૌટુંબીક સંબંધી અને અન્ય ચાર લોકો પાસેથી તેમણે ટુકડે ટુકડે વ્યાજે પૈસા લીધા. નક્કી થયેલા વ્યાજ પ્રમાણે તેમણે લાંબા સમય સુધી રૂપિયાની ચુકવણી કરી પરંતુ રૂપિયાના ભૂખ્યા વ્યાજખોરોનું પેટ ન ભરાયું. દોઢ લાખ રૂપિયા લૂંટી લીધા બાદ તેમણે માંગણી ચાલુ રાખી અને આખરે મૃતક વેપારીને આપઘાત કરવાની ફરજ પડી.. વેપારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી અને તેમાં તેણે જણાવ્યું કે તેની મોત પાછળ વ્યાજખોરી કરનાર પાંચ શખ્સો જવાબદાર છે. જેટલા રૂપિયા આજે લીધા હતા તેનાથી કંઈક ઘણા વધારે રૂપિયા મૃતક વેપારીએ ચૂકવી દીધા હતા.. તેમ છતાં રૂપિયાના ભૂખ્યા વ્યાજખોરો વેપારીને હેરાનગતિ કરતા રહ્યા અને આખરે વેપારીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યું.
ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી. જેમાં પાંચ વ્યાજખોરો ના નામ નો ઉલ્લેખ હતો.સુસાઇડ નોટ ના આધારે પોલીસે પાંચમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને મૃતક વેપારી ની પત્નીની ફરિયાદના આધારે તપાસનો ધમધબાટ શરૂ કર્યો છે. પાંચ શખ્સોએ કેટલા રૂપિયા પડાવ્યા અને મૃતક વેપારીએ કેટલા રૂપિયા લીધા હતા તેની સ્પષ્ટતા હજુ થઈ નથી પરંતુ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ દરમ્યાન હકીકતના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.