|| પંચમહાલ મિરર ડેસ્ક ||
સાવલીની એક ખાનગી હોસ્પિટલની બહાર પતરાના શેડ પરથી 15 વર્ષની કિશોરીએ જાતે ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ કિશોરીએ પોતે જ પોતાની ડિલિવરી કરી શિશુને પતરાના શેડ પર મૂકી દીધું હતુ. નવજાત શિશુ આખી રાત પતરાના શેડ પર પડી રહેવા છતાં હાલ સુરક્ષિત છે. હોસ્પિટલના સ્ટાફે બાળકને બિનવારસી જોતા સમગ્ર ઘટના સામે આવી છે.
સાવલી: 15 વર્ષની કિશોરીએ માત્ર પાંચ મિનિટમાં કરી નાંખી પોતાની ડિલિવરી!
આ અંગે પોલીસે કિશોરીને ગર્ભવતી બનાવનાર યુવાનની અટકાયત કરી છે.
તબીબોને કેમ ખબર ના પડી કે સગીરા ગર્ભવતી છે?
બાળક સારવાર હેઠળ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પલેક્સની બહાર પતરાનું શેડ છે. તેની બહાર એક નવજાત બાળક ત્યજીને કોઇ જતુ રહ્યુ હોવાની ઘટના સામે આવી છે. આ બાળકને પ્રાથમિક સારવાર માટે હાલ એસ એસ જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ છે.
આ ચકચારી કેસમાં પોલીસે જણાવ્યુ હતુ કે, સ્વામિનારાયણ કોમ્પલેક્સમાં ડો. અજીત સોનીની ક્લિનિક આવેલી છે. જ્યાં 29મી માર્ચમાં રોજ 15 વર્ષની સગીરા પરિવાર સાથે આવી હતી. આ પરિવારે ડોક્ટરને કહ્યુ હતુ કે, આ છોકરીને પેટમાં અને છાતીમાં લ્હાય બળે છે. જેથી તેની ત્યાં સારવાર કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં હોસ્પિટલના સીસીટીવી ચેક કરી કિશોરીની ઓળખ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વાતો સામે આવી
જે અંગે સગીરાએ જણાવ્યુ હતુ કે, હું ગર્ભવતી હતી અને મને નવમો મહિનો ચાલતો હતો એટલે હું સારવાર માટે આવી હતી. જેથી આ સારવાર દરમિયાન વોશરૂમ જવું છે તેમ કહી હું હોસ્પિટલના પહેલા માળે ગઇ હતી. જે બાદ વોશરૂમમાં જ જાતે ડિલિવરી કરી નાંખી હતી. જે બાદ મેં જાતે જ બાળકને પતરાના શેડ પર છોડી દીધું હતું. હું બહાર નીકળી ત્યારે લોહી અંગે પૂછતા હોસ્પિટલના સ્ટાફને મેં કહ્યુ હતુ કે, મને પહેલીવાર માસિક આવ્યુ છે એટલે આવું છે.
જોકે, કિશોરીની આવી વાત પરથી પોલીસને અનેક સવાલો છે. આ કેસમાં પોલીસને શંકા છે કે, માત્ર પાંચ મિનિટમાં કિશોરી જાતે ડિલિવરી કરી શકે ખરી? આ કેસમાં હોસ્પિટલના સ્ટાફની સંડોવણી છે કે નહિ તે અંગે પોલીસની તપાસ ચાલી રહી છે. તો બીજી બાજુ કિશોરીને ગર્ભવતી બનાવનાર યુવાનની અટકાયત કરવામાં આવી છે.