પ્રતિનિધિ – દિવ્યાંગ પટેલ : મહીસાગર
કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જૂની-નવી SP કચેરી, નવી કોર્ટ આ સહિત તમામ કચેરોની આકારણીઓ ન બનતાં નગરપાલિકાને લાખોના વેરાની ખોટ.
નવ રચિત મહીસાગર જિલ્લો બન્યા પછી લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં મિલકતોમાં વધારો થયો છે ત્યારે નાણાંકીય વર્ષ પુરું થવામાં માત્ર 2 દિવસ જ બાકી છે ત્યારે લુણાવાડામાં અંદાજે 26 હજાર કરતા વધુ મિલકતધારકોના 5.25 કરોડથી વધુના વેરાની વસૂલાત પાલિકાની બાકી છે. અન્ય નગરપાલિકાઓની જેમ અહીંની લુણાવાડા પાલિકાની પણ સ્વભંડોળની મુખ્ય આવક મિલક્ત વેરા સહિતના વેરાની જ છે. મળતી માહિતી મુજબ રહેણાંક, કોમર્શિયલ, શહેરમાં ઔદ્યોગિક સહિતની કુલ મિલકતો પાલિકાના ચોપડે આમ તો લાખો બોલે છે. પણ કેટલાક લોકોનો વર્ષીથી વેરો બાકી છે જે અંદાજે 12થી 15 હજાર યા તો હયાત નથી યા બેવડાઈ હોવાનુ જાણવા મળે છે. આ તમામ મિલકતોનું વર્ષનું કુલ વેરા માંગણું 7.41 કરોડ રૂપિયા જેટલું છે.
જેની સામે હવે નાણાંકીય વર્ષ 2023-24 પૂર્ણ થવાને માત્ર 2 દિવસ જ રહ્યા છે ત્યારે ઘણી વસૂલાત બાકી હોવાની જાણકારી મળી હતી. ત્યારે નગરપાલિકા જોડે મળતી માહિતી મુજબ વેરા માંગણા સામે હાલ સુધીમાં અંદાજે 2.16 કરોડ રૂપિયાની વસુલાત પાલિકાની તિજોરીએ આવી છે. હજુ 5.25 કરોડની બાકી છે. જો મિલકતધારકોની સંખ્યા જોઈએ તો અંદાજે હજારોથી પણ વધુ ધારકોને વેરો બાકી છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષથી પાલિકા વધુ વસૂલાતનો દાવો કરતી રહી છે,ગત 2022- 23ના વર્ષમાં પણ પાછલો રૂ.4.39 કરોડ થી પણ વધુ નો વેરો બાકી છે ત્યારે નગરપાલિકા દ્વારા સ્ટાફના અભાવે વેરો ન વસુલતો હોવાનો દાવો કરાયો હતો.
જિલ્લો બન્યા પછી આજદિન સુધી કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જૂની-નવી SP કચેરી, નવી કોર્ટ આ સહિત તમામ કચેરોની આકારણીઓ નથી બની PWD વહીવટ કરે છે જે કઈ કચેરી કોને ભળે આપે છે જેની નગરપાલિકાને જાણ ન કરતાં હાલ લુણાવાડા નગરપાલિકાને મોટું નુકશાન થઈ રહ્યું હોવાનું વહીવટી તંત્ર દ્વારા જનવવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં છેલ્લા 2 દિવસોમાં પાલિકા વસૂલાતનો આંક વધારવા જેવા પ્રકારનું જોર અજમાવે તે જોવું રહ્યું.
વેરો ઉગ્રવવવા 8 વોર્ડના 8 કારકુન જોઈએ ને અત્યારે 1 કરકુન છે સરકાર જાગે સ્ટાફ ભરે તો વધુ કામગીરી થાય એમ છે., મહેશભાઈ કાછીયા, ક્લાર્ક લુણાવાડા નગરપાલિકા
પહેલા લેટર લખ્યો હતો પરંતુ ફરી PWD ને લેટર લખી જે કચેરીઓની આકરણી બાકી છે તેની તાત્કાલિક ધોરણે આકરણી કરવા જણાવવામાં આવશે તેમજ જુના જે લોકોનો વેરો બાકી છે તેમની મિલકતો સિલ કરવામાં આવશે., નરેશ મુનિયા, CO નગરપાલિકા લુણાવાડા