|| પંચમહાલ મિરર ડેસ્ક.||..
કાલોલ પોલીસ ઇન્સ. જે.ડી તરાલ ને ચોક્કસ બાતમી મળતા તેઓ અને તેમની ટીમ દ્વારા આજ રોજ કાલોલ તાલુકા ના સલિયાવ ગામે ગોવિંદ સોલંકી ના ઘરે છાપો મારતા વિદેશી દારૂ ના કવાટર તેમજ બિયર ના ટીન મળી આવ્યા હતા . વધુ તપાસ કરતા ગોવિંદ સોલંકી હાજર મળેલ નહિ અને ગોવિંદ સોલંકી વિદેશી દારૂ મંગાવી વેચતો હોવા નું બહાર આવ્યું હતું.
છાપા દરમ્યાન વિદેશી દારૂ ના કવાટર અને બિયર ના ટીન બંને ૩૪૪ નંગ જેની કિંમત રૂ. ૩૭ હાજર જેટલો મુદ્દામાલ ઝડપાયો હતો.. કાલોલ પોલીસે ગોવિંદ સોલંકી જે હાજર મળી આવેલ નહિ તેના વિરુદ્ધ પ્રોહિબિશન ની એક્ટ હેઠળ જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધી આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યાં છે.