હાલોલમાં પોસ્ટ માસ્તરની ભૂલથી સિનિયર સિટિઝનના 5 લાખ અટવાયાં.

gujarat Halol Latest Madhya Gujarat

Editor :- Dharmesh Vinubhai Panchal

હાલોલ કંજરી રોડ પર નર્મદા નગરમાં રહેતા સિનિયર સિટિઝન પ્રદીપકુમાર એમ.પરીખે તા. 3 ઓક્ટોબર 2015 ના રોજ હાલોલ પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં રૂા.5 લાખ પોતાના નામે અને રૂા.5 લાખ પોતાની પત્ની શોભાનાબેન પરીખના નામે રોકાણ કરેલ હતા. ​​​​​જેમાં સ્કીમની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં ફરી દંપતીએ ત્રણ વર્ષ માટેની સ્કીમમાં રિન્યુઅલ કરી હતી. જેમાં બંને ખાતાઓનું ત્રિમાસિક વ્યાજ તેમને પોસ્ટ દ્વારા રેગ્યુલર અપાતું હતું.

નાણાં મૂક્યા ત્યારે તેમની ઉંમર 60 વર્ષની પૂર્ણ ન હતી.
હાલમાં અંગત કારણોસર પૈસાની જરૂરિયાત ઊભી થતા પ્રદીપભાઈએ જુલાઈ 2022માં પોતાની પત્ની શોભનાબેનના નામનું ખાતું બંધ કરાવી સ્કીમમાં મૂકેલ રૂા.5 લાખ હાલોલ પોસ્ટ ઓફિસમાંથી પરત માંગતાં હાલોલ પોસ્ટ ઓફિસના હાલના પોસ્ટ માસ્ટર પ્રભાતભાઈએ જણાવ્યું હતું કે તમારી પત્નીના નામે જ્યારે તમે સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં નાણાં મૂક્યા ત્યારે તેમની ઉંમર 60 વર્ષની પૂર્ણ ન હતી. તેવું હાલમાં અમારા ડિપાર્ટમેન્ટને ધ્યાને આવેલ છે.

બેન્કમાં અમારી રકમ વ્યાજ ફેરમાં મૂકી દેત.
જેને લઇને તમને જે વ્યાજના વધારાના નાણાં તમારા પત્નીના નામના આપવામાં આવેલ છે. તે વ્યાજના નાણાં પરત વસૂલવામાં આવનાર છે. પોસ્ટ માસ્ટરનો આવો જવાબ સાંભળી પ્રદીપભાઈ ચોકી ઉઠ્યા હતા. અને આ બાબતે પોસ્ટ વિભાગને જાણ કરી હતી કે સાત વર્ષ અગાઉ તમારા જે તે સમયના પોસ્ટ માસ્ટરે મારી પત્નીની ઉંમર જોયા બાદ જ મંજૂર કરેલ હતી. જો તેમણે જે તે સમયે આ બાબતે ના પાડી દીધી હોત તો અમે અન્ય બેન્કમાં અમારી રકમ વ્યાજ ફેરમાં મૂકી દેત.

પત્નીના રૂા.5 લાખ પરત આપવાની માંગણી. ​​​​​​​
જેમાં 7 વર્ષ અગાઉના પોસ્ટ માસ્ટરની ભૂલના કારણે હાલમાં અમારી જરૂરિયાતના સમયે અમને અમારા નાણા નહીં મળે તો અમને હાલમાં બીમારી તેમજ અન્ય રીતે કોઈ તકલીફ ઉભી થશે તો તેની જવાબદારી પોસ્ટ વિભાગની રહેશે. જેમાં આ બાબતે અવારનવાર લેખિત જાણ કરવા છતાં પણ પોસ્ટ ઓફિસ દ્વારા પ્રદીપભાઈને હાલોલ પોસ્ટ વિભાગ દ્વારા તેઓની પત્નીના હકના રૂા.5 લાખ પરત ના આપતા પ્રદીપભાઈએ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરને આ બાબતની લેખિત ફરિયાદ અરજી સ્વરૂપે કરી પત્નીના રૂા.5 લાખ પરત આપવાની માંગણી કરેલ છે.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા...નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *