રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ
શોભાયાત્રામાં ૧૧૦૦ કેસરી ધ્વજ શણગારેલા વાહનો વિવિધ ફલોટો રાજ તિલક કી કરો તૈયારી આ ગયે ભગવા ધારી જયશ્રી રામના નારા સાથે ડીજેના સંગાથે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ. શ્રીરામ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેના સમયને લોકો રામ રાજ તરીકે ઓળખે છે. જેની ગાથાઓ આજે પણ લોકોના હૃદયમાં બિરાજમાનછે અને આજે પણ લોકો કહી રહિયાછે કે ક્યારે રામ રાજ્ય ફરી વખત સ્થાપિત થશે એવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ નવમીની ભવ્યાતિભવ્ય ઉજવણી. શ્રીરામ એક મર્યાદા પુરુષ તરીકે ઓળખાય છે અને એમના રાજ્યમાં કોઈ પ્રજા દુઃખી ન હતી જ્યારે તેઓ પિતાની આજ્ઞા થી વનવાસ જઈ રહિયા હતા ત્યારે સંપૂર્ણ અયોદયા ના વાસીઓ તેમની સાથે વનવાસ ચાલ્યા હતા આટલો પ્રેમ પ્રજા ને પોતાના રાજા સાથે હતો જેને આજે પણ લોકો યાદ કરે છે. શ્રી રામ હિન્દૂઓના પવિત્ર અને ભગવાન વિષ્ણુના દશમાં અવતાર માનવામાં આવે છે ત્યારે આજે તેમનો જન્મ દિવસ એટલે રામનવમી છે ત્યારે ગુજરાત ભરમાં શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં કેશોદ શહેરમાં પણ ધામ ધૂમ પૂર્વક શોભાયાત્રાનું આયોજન થયું હતું. કેશોદ ખાતે યોજાયેલ શોભાયાત્રા ગુજરાતભરની મોટો શોભાયાત્રા હોવાનું માનવામાં આવી રહિયું છે. શોભા યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારોના જણાવ્યા પ્રમાણે કેશોદની આ શોભાયાત્રા સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા છે. જે કોરોના કાળના 2 વર્ષ થી રામ જન્મોત્સવ અને વિવિધ કાર્યક્રમો બંધ હતા પરંતુ આ વર્ષે સરકારની ગાઇડ લાઇન પણ નહિવત છે અને અયોઘ્યામાં જે રામ મંદિરના ભૂમિપૂજન પછી આ પ્રથમ શોભાયાત્રા થઈ રહી છે ત્યારે તમામ હિન્દૂ સમાજનો સારો એવો સાથ અને સહકાર મળી રહ્યો છે. હાલ જોતા કેશોદ શહેરની અંદર મોટી માત્રામાં બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાછે અને આખા નગરના રસ્તાઓ ઉપર ભગવા ધ્વજો લગાડવામાં આવ્યા છે ત્યારે એક અદભૂત નજારો જોતા એમ લાગી રહ્યું છે કે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં વિવિધ સમાજો અને સંસ્થાઓના ફ્લોટ્સ જોડાયા હતા ૧૦૦ થી વધારે વાહનો અને વધુ માં વધુ શોભાયાત્રાના રૂટ પર પાણી અને સરબતો અને વિવિધ ઠંડાપીણાંના સ્ટોલ ઉભા કરી ઠંડુ પાણી સરબત પિવડાવવામાં આવ્યા હતાં. કેશોદ શહેરના અનેક વ્યાપારીઓએ સ્વંયભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં 1100 ભગવા ધ્વજ અને 4 ડી.જે.અને 50 મુખ્ય રથો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.