રાજયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ભારતીય મજદૂર સંધ તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા બાબતે રાજય સરકારને અનેક વાર રજુઆત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનો દ્વારા સાથે મળી બનાવેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચાની ગોધરાની દલુનીવાડી ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં જિલ્લામાંથી 3 હજાર કરતાં વધુ શિક્ષકોએ ભાગ લઇને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવામાં આવે, બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્યના વિષયોમાં ૪૨મા સ્થાને- રાજ્ય દ્વારા ચૂકવવામાં આવતા પેન્શન અથવા એકીકૃત ભંડોળમાંથી ચૂકવવામાં આવતા પેન્શનએ રાજ્ય સરકારનો વિષય છે. નિવૃત્તિ બાદ પેન્શનની નજીવી રકમમાં જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી. ભારતભરમાં વિવિધ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ છે તથા ઘણા રાજ્ય કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજનાનો પુનઃ અમલ કરી રહ્યા છે. ગુજરાત કરતાં રાજસ્થાન, છત્તીસગઢ નાણાંકીય રીતે ઓછા સમૃદ્ધ હોવા છતાં, રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સંયુકત મોરચાના નેજા હેઠળ શિક્ષકોએ ધરણાં યોજી રેલી સ્વરૂપે કલેકટર કચરીએ પહોચીને જુની પેન્શન યોજના સહિતની માંગો વાળું આવેદનપત્ર આપ્યું હતું.
Home > Madhya Gujarat > Godhra > ગોધરામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા હેઠળ શિક્ષકોનું પ્રથમ ચરણનું આંદોલન શરૂ.